તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર્થિક પરિસ્થિતિ:સાંસદની બેઠકમાં વેરામાં 10 ટકા વધારો કરવાના મુદ્દે અસમંજસ, વેરા વધારાના મામલે લોકોમાં સંતોષ

રાજપીપળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપલા પાલિકામાં વેરા વધારાના મામલે લોકોમાં સંતોષ

રાજપીપલા પાલિકામાં વેરા વધારાના મામલે સાંસદે બુધવારે બેઠક બોલાવતા મોંઘવારીમાં 10 ટકા વેરા વધારો કરવા કેટલાક લોકોએ સંમતિ દર્શાવી હતી. જ્યારે કેટલાકે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ લાલટાવર વિશ્રામમાં એક બેઠક બોલાવી બધાના આભિપ્રાયો લીધા  હતા. કેટલાકે કહ્યું હાલ કોરોનાના કેહેર વચ્ચે લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. વધારવા જોઈએ નહિ તો કેટલાકે સ્વીકાર્યું કે 10 ટકા આંશિક વધારો કરે તો વાંધો નહિ.

આ બાબતે મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે વેરા બાબતે અસંતોષ જોવા મળતા આજે એક મિટિંગ સ્થાનિક આગેવાનો ની બોલાવી હતી જેમાં કેટલાક 10 ટકા જેટલો વધારો કરવા માં વાંધો નથી પછી વધારે ના હોવો જોઈએ જયારે કેટલાક બિલકુલ વિરોધ કરે છે પરંતુ મેં સૂચના આપી છે કે તમે નાના માણસોને ગરીબ અને માધ્યમ વર્ગના વ્યક્તિઓ ને પૂછો અને જણાવો કે આટલો વેરો વધે તો શુ ફર્ક પડે અને આટલો વધે તો અથવા વધારવો જ નથી આવા સર્વે બાદ જે નિચોડ આવે અને પાલિકા સત્તાધીશો અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક કરી જરૂરી ચર્ચા કરી વેરો વધારીશું આ સાથે પાંચ નગરપાલિકાના વહીવટ આર્થિક પરિસ્થિતિ તેમના વેરા અંગેની સમગ્ર જાણકારી લઈને સરકાર ની મદદ મળતી હશે તો તે પણ બધા પક્ષો જોઈએ નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો