તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:ગોરામાં પોઝિટિવ કેસ મળતા 3 કિમી સુધી બફર એરીયા જાહેર : હોમ ડિલિવરી  ચાલુ

રાજપીપળા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોરા સહિત 3 ગામની હદને સીલ

નર્મદા જિલ્લામ 18 દિવસ પછી જયારે કોરોનાએ રી એન્ટ્રી મારી છે.ગોરા ગામના અશોક ચૌહાણને કોરોના પોઝિટિવ આવતા ગામની 3 કિમીની ત્રિજ્યામાં એટલે કે બફર એરીયામાં આવતા નાના પીપરીયા, મોટા પીપરીયા અને વસંતપુરા ગામોની હદને સીલ કરાઇ છે. બફર એરીયામાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવરજવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખ્યો છે.જેને લઈને જિલ્લા કલકટરે  કેટલાક પ્રતિબંધો પણ લાદી જાહેરનામું બહાર પાડ્યું છે.
આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે
ગોરા ગામના સમગ્ર વિસ્તારમાં એક જ એન્ટ્રી એકઝીટ પોઈન્ટ પર સરકારની આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ આરોગ્ય ટીમ દ્ારા ૧૦૦% થર્મલ સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં આરોગ્ય વિભાગના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સેમ્પલિંગની કાર્યવાહી કરવાની રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે તથા એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ સિવાયના તમામ રસ્તા યોગ્ય બેરીકેડિંગ કરીને સંપૂર્ણ બંધ કરવાના રહેશે અને આખા વિસ્તારને સીલબંધ કરી દેવાનો રહેશે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો