પાવી જેતપુર ખાતે તળાવ ફળિયામાં રહેતા અને કાચા માલનો વેપાર કરતા યુવાન વેપારી દિવ્યેશ પુનમભાઇ પટેલ બે દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ ગયા છે. સોમવારે વહેલી સવારે લગભગ 8 વાગ્યે તે બાઇક લઇને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ દુકાને પહોંચ્યા ન હતા.
તેમણે પોતાના મિત્ર ફૈઝાન સૈયદને વોટ્સએપ મેસેજ કરીને ઘરવાળાનું ધ્યાન રાખવાનું કહેતાં ફૈઝાને દિવ્યેશને વોટ્સએપ ફોન કરીને તું ક્યાં છે તેવું પૂછતાં કોઈ જવાબ ન આપીને ફોન કાપી કાઢ્યો હતો અને ફૈઝાન સૈયદને લોકેશન મોકલ્યું હતું. પરંતુ તપાસ કરતાં મળ્યા ન હતા. આ વાતની પરિવારજનોને ખબર પડતાં જ તેમની શોધખોળ હાથ ધરી હતી.
બે દિવસ થવા છતાં હજુ કોઈ ભાળ મળી ન હતી. દિવ્યેશભાઈના પિતા પૂનમભાઇએ પાવી જેતપુર પોલીસ મથકે પુત્ર દિવ્યેશ ગુમ થયાની ફરિયાદ આપતાં પોલીસે જાણવાજોગ દાખલ કરીને તેમની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.