પાવીજેતપુરનાં રતનપુર ગામે ભેસા કોતર પરના કોઝવે બનાવ્યા બાદ 3-3 વખત ટૂટી જતાં ભ્રષ્ટાચારનો ભોગ ખેડૂતો અને ગ્રામજનો બન્યા કોઝ-વેને બદલે લો લેવલ બ્રીજની માંગ કરી છે. છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં રતનપુર ગામ નજીકથી પસાર થતાં ભેસા કોતર ઉપર આજથી 5 વર્ષ પહેલા ખેડૂતોને પોતાનાં ખેતરે જવામાં હાલકી ના પડે તે માટે લો લેવલનો કોઝવે બનાવાયું હતું. પરંતુ હલકી ગુણવત્તાને લઈ ધોવાણ થઇ જતાં ખેડૂતો આજે પરેશાન છે.
પાવીજેતપુર તાલુકાનાં રતનપુર, હિરપરી, અનીયાદ્રી , મોટીરાસલી, ગામનાં લોકો પોતાની ખેતી કરવા માટે ભેસા કોતરને પસાર થઈ સામે કિનારે આવેલ તેમનાં ખેતરોમાં ખેતી કરવા જાય છે. જ્યારે પણ ચોમાસાનું પાણી આ કોતારમાં આવે એટલે સામે કિનારે ખેડૂતોને અવર જવર કરવાનું બંધ થઈ જાય છે. જેને લઈ વર્ષોથી ખેડૂતોએ માંગણી કરતાં હતા કે તેમણે ખેતરોમાં આવવા જવા માટે કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે.
તેમની માંગણીને લઈ તંત્ર દ્રારા ભેસા કોતર ઉપર આજથી આશરે 5 વર્ષ પહેલા લો લેવલનો કોઝવે બનાવી આપવામાં આવ્યો હતો. જેને લઈ ખેડૂતોમાં એક અનેરી ખુશી હતી. પણ તેમની ખુશી પર પહેલાં જ વરસાદે પાણી ફેરવી નાખ્યું હતું. ત્યાર બાદ બીજા વર્ષે તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. જે પણ કોતરમાં પાણી આવતા ધોવાણ થયું ત્યાર બાદ ફરી કોઝવેનું રિનોવેશન કરવામાં આવ્યું તે પણ હલકી કક્ષાનું મટિરિયલનો ઉપયોગ કરવામાં આવતા તેનું પણ અસ્તિત્વ ના રહ્યું.
આજે છેલ્લા બે વર્ષથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પણ જાણે આ લોકોની કાઇ પડી ના હોય તેમ લાગી રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા કોંટ્રાક્ટરને જે કામ સોપવામાં આવ્યુ. તેમાં લોકોને પડતી મુશ્કેલીનો વિચાર કર્યા વગર તેને પોતાના ખિસ્સા ગરમ કરી લીધાં હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ કોઝવે છે તે સદંતર રીતે ખખડધજ બની ગયો છે.
સ્લેબનાં પોપડા જ કોઝવેના ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. જે જીવનું જોખમ કહી શકાય પાણી ધોવાણ થયેલા આ કોઝવેને લઈ હવે તંત્ર પણ આંખ આડા કાન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. વારંવારની રજૂઆત આ ખેડૂતોની છે છતાં કોઈ ઉકેલ આવતો નથી.
સારી ક્વોલિટીનો બ્રિજ બને તેવી માગ
સ્થાનિક વહીવટીતંત્ર અને શાસકો સાથે કોન્ટ્રાકટરની મિલી ભગતના કારણે સુવિધાઓના નામે જે કામમા ભ્રષ્ટાચારના કારણે હાલાકી ભોગવી રહેલા લોકો માટે સારી ક્વોલિટીનો બ્રીજ બને તેવી માગ છે. - વિજય રાઠવા, ખેડૂત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.