તપાસની માગ:વાડિયા, ડબ્બા, ખોખરાના રસ્તાનું થયેલું નબળું કામ

પાવી જેતપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી તપાસની માગ
  • જિલ્લામાં ચાલતા કામોમાં કરાતી વ્યાપક ગેરરીતિ

નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં રોડના ચાલી રહેલા કામોમાં હલકી કક્ષાનું કામ થતું હોવાનું ધ્યાને આવતા જીલ્લા પંચાયતના સભ્ય ગણશાબેન ડુંગરા ભિલે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરીને વિજિલન્સ તપાસની માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં જીલ્લામાં રસ્તામાં કામો ચાલી રહ્યા છે, ત્યારે નસવાડીના અંતરિયાળ વિસ્તારમાં રસ્તાના કામમાં ગુણવત્તા જળવાતી નથી, અને સાવ હલકી કક્ષાનું કામ થતું હોવાની ફરિયાદ જીલ્લા પંચાયતના સભ્ય ગનશાબેન ડુંગરાભિલે વાડિયા, ડબ્બા, ખોખરા રોડની સ્થળ મુલાકાત કરી ત્યારે સાવ હલકી કક્ષાનું કામ જણાતા તેઓએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરીને વિજિલન્સ તપાસની માંગણી પણ કરી છે.

સાથે સાથે જીલ્લા પંચાયતના સભ્ય દ્વારા તેઓના વિસ્તારમાં રસ્તાના કામોમાં 30 થી 35% નીચા ભાવે ભરીને હલકી કક્ષાના ગુણવત્તા વગરના કામો કરીને પલાયન થઈ જવાની વૃત્તિ વર્ષોથી ચાલી આવતી હોવાની વાત પણ કરી છે. અને આવા રસ્તા વરસાદી પાણીમાં ધોવાઈ ગયેલાના અસંખ્ય પુરાવા પણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અને તપાસ કમિટી બનાવીને તપાસ કરવામાં આવે અને જરૂર પડે વિજિલન્સ તપાસ પણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...