અકસ્માત:બાર ગામે ઝાડ સાથે કાર અથડાતા 2 લોકોના મોત

પાવીજેતપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાનીમાં જાન લઈને પરત આવતા અકસ્માત નડ્યો
  • વરરાજાના પિતા અને યુવકનું સારવાર વેળા મોત : 2 ઘાયલ

પાવીજેતપુર તાલુકાના પાની ગામે જાન પરત આવતી હતી. તે સમયે બાર મુકામે એક કાર ઝાડ સાથે ભયંકર રીતે અથડાતા 2 વ્યક્તિના સારવાર દરમિયાન મોત નિપજ્થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામે તનયકુમાર જશવંતભાઈ રાઠવાની જાન લઈને12 મેના રોજ ગયા હતા. વહેલી સવારે 6 વાગ્યે પરત પાની ગામે આવી રહ્યા હતા.

ત્યારે બાર ગામના સ્મશાન પાસે જશવંતભાઈનો પોતાની કારના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે ભયંકર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં વરરાજા નયકુમારના પિતા જશવંતભાઈ સોમાભાઈ રાઠવા (ઉ. વ. 50)નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમજ માનવભાઈ ભગવંતભાઈ રાઠવા (ઉ. વ. 17)નું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભગવંતભાઇ દામાભાઈ રાઠવા તથા અભયભાઈ જશવંતભાઈ રાઠવાને નાની મોટી ઇજાઓ થઇ હોવાથી તેઓને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.

આમ, પાવીજેતપુર તાલુકાના પાની ગામેથી જાંબુઘોડા તાલુકાના ભાનપુરી ગામે જઈ લગ્ન પતાવી વહેલી સવારે કન્યાને લઈને પાની ગામે પરત આવતા હોય ત્યારે 7.15 કલાકે અકસ્માત સર્જાતા વરરાજાના પિતા સહિત 2 વ્યક્તિઓના કરૂણ મોત થયા છે. જ્યારે અન્ય 2 ઇસમોને વધુ સારવાર માટે વડોદરા મુકામે રીફર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...