અનોખી શાળા:કુંડાની પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવા એજ્યુકેશન બાગ બનાવ્યો

પાવી જેતપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શાળામાં હસતા રમતા શિક્ષણ આપવા એજ્યુકેશન બાગ બનાવ્યો. - Divya Bhaskar
શાળામાં હસતા રમતા શિક્ષણ આપવા એજ્યુકેશન બાગ બનાવ્યો.
  • ઔષધિ બાગ તેમજ કિચન ગાર્ડન; અંક વૃક્ષ દ્વારા અંક જ્ઞાન આપવાનો પ્રયાસ

છોટા ઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લાની સરહદે આવેલી કંડા પ્રાથમિક શાળા ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી શાળા છે. આ શાળામાં આદીવાસી બાળકો શિક્ષણથી વંચીત ન રહે તે માટે શાળાના જ શિક્ષકો દ્વારા અવનવા પ્રયોગો કરીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કંડા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ આવેલા છે. જેમાં કુલ 303 બાળકો અને 9 શિક્ષકોનો સ્ટાફ કાર્યરત છે. ઉપરાંત ગામના અને નજીકના વિસ્તારના બાળકો પરિવાર મજૂરી એ જતાં બાળકોના શિક્ષણ પર અસર પડી હતી. તેને લઈને શાળા કંપાઉંડમાં જ સીઝનલ હોસ્ટેલ શરૂ કરાઇ છે.

જેમાં 50 બાળકો રહીને અભ્યાસ કરે છે. આ શાળામાં અનોખી રીતે બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય કરવામાં આવે છે. આ શાળામાં શિક્ષકો દ્વારા અનોખી રીતે શિક્ષણ આપવાની પ્રવૃત્તી કરવામાં આવી રહી છે. જેમાં બાળકોને હરતા ફરતા રમતા કુદતા શિક્ષણ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે.

કંડા પ્રાથમિક શાળામાં બાગ બનાવવામાં આવ્યો છે જેમાં ગણીતના આકાર, ગોળ, લંબગોળ, તેમજ ત્રિકોણ વગેરે માટે આકાર બનાવવામાં આવ્યા છે. ઉપરાંત અંકોનું શિક્ષણ મળી રહે તે માટે રેમ્પની ઉપર અંક લખીને લટકાવવામાં આવ્યા છે જેના આધારે બાળકો અંકને ઓળખી શીખી શકે, આ ઉપરાંત અંગ્રેજી મહિનાના નામ પણ આ રીતે જ લખીને બાળકોને તેના વિષે શીખવવામાં આવી રહ્યું છે. શાળાના વિકાસ માટે ગામના સરપંચ દ્વારા પણ મદદ કરવામાં આવે છે.

આદીવાસી બાળકોને ડિજિટલ શિક્ષણ અપાય છે
શાળામાં પ્રજ્ઞા પ્રોજેકટ અંતર્ગત દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે શિક્ષક શિક્ષણ આપવાનું કામ કરે છે. અને બાળકને અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન પણ વ્યક્તિગત રીતે આપવામાં આવી રહયું છે. પ્રાથમિક શાળાના બાળકોને ડીજીટલ શિક્ષણ મળે તે માટે જ્ઞાન કુંજ પ્રોજેકટ હેઠળ પ્રોજેક્ટર લગાવીને ડીજીટલ બોર્ડ ઉપર પાઠ્યપુસ્તકના પાઠનું શિક્ષણ તેમજ તે પાઠના વિડીયો બતાવીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

કિચન ગાર્ડન અને ઔષધ બાગ બનાવ્યો
શાળાના શિક્ષકો દ્વારા શાળા કંપાઉંડમાં કિચન ગાર્ડન તેમજ ઔષધી બાગ બનાવવામાં આવ્યો છે જેમાં દરરોજ ઉપયોગમાં આવતી ઔષધિઓનું વાવેતર કરાયું છે. અને આ બાગમાં વાવેલી ઔષધીઓનું મહત્વ બાળકોને પ્રત્યક્ષ રૂપે બતાવીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરાયો છે. કિચન ગાર્ડનમાં ઉગાડેલી શાકભાજીનો જ ઉપયોગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...