ચકચાર:પાવીજેતપુરની કોર્ટમાંથી આરોપી ધક્કો મારી ફરાર

પાવી જેતપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોશરૂમ જવાના બહાને પોલીસને ધક્કો મારી છૂ

પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ રમણભાઈ પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સુરમલ હજારીયાભાઈ રાઠવા ઉર્ફે ભેડીયા રહે. ખેરવાડા તા. સાંઢવા, મધ્યપ્રદેશને પાવી જેતપુરના રતનપુરમાં આવેલ કોર્ટમાં રજૂ કરવા લાવ્યા હતા. સાંજે 5:30 વાગે આરોપીએ વોશરૂમ જવાની વાત કરતાં હરેશભાઈ તેને વોશરૂમ માટે લઈ ગયા હતા.

ત્યારે અચાનક આરોપી સુરમલ પોલીસને ધક્કો મારી જાપ્તામાંથી ભાગી ગયો હતો. પોલીસે પીછો કર્યો પરંતુ આરોપી ન મળતાં કરાલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ રમણભાઈએ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ પાવી જેતપુર પીએસઆઇ જેતાવત ચલાવી રહ્યા છે. આમ, કરાલી પોલીસ સ્ટેશનના 2020ના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી સુરમલ રાઠવાને માંડ પકડ્યો પણ કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ભાગી જતાં પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...