તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:સોખડાખૂર્દમાંથી પસાર થતા એક્સ. હાઇવેનો વિરોધ: કામ અટકાવી દીધું

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોખડાખુર્દ ગામે પસાર થતા મુંબઈ એક્સપ્રેસ વેના રોડ પરના  ખેડૂતોએ વળતર નહી મળતાં ભારે હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
સોખડાખુર્દ ગામે પસાર થતા મુંબઈ એક્સપ્રેસ વેના રોડ પરના ખેડૂતોએ વળતર નહી મળતાં ભારે હોબાળો મચાવ્યો હતો.
  • વળતર નહિ મળવાના આક્ષેપો સાથે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
  • ઘર્ષણમાં 3 ખેડૂતો, પીએસઆઇ, પોલીસ સહિત 9ને ઇજા

પાદરાના સોખડાખૂર્દ ગામની સીમમાંથી પસાર થતો મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડના ખેડૂત, જમીન કબજેદારોને વળતર નહિ મળવાના આક્ષેપો સાથે હાઇવેનું કામ અટકાવી દેતા વિરોધ પ્રદર્શન થતાં અને જે. સી. બી સામે બેસી જતા હોબાળો મચતા ખેડૂત અને પોલીસ પક્ષે ઘર્ષણ થતાં ત્રણ ખેડૂતો અને પીએસઆઈ અને પોલીસ સહિત નવ વ્યક્તિને ઇજા થવા પામી હતી.સમગ્ર મામલો પાદરા પોલીસ મથકે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરાના સોખડખૂર્દ સીમ પાસેથી પસાર થતો મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડ પરના ખેડૂત જમીનના કબજેદારોને વળતર નહીં મળ્યાંના આક્ષેપો સાથે હોબાળો મચતા જમીન કબજેદાર જમીન પર ચાલી રહેલા કામ અટકાવી દઈને વિરોધ પ્રદર્શન કરતા હતા અને જેસીબી સામે બેસી જતા ભારે હોબાળો મચાવ્યો હતો. પોલીસ સાથે ઘર્ષણ થતાં ત્રણ ખેડૂત કબજેદાર, પીએસઆઈ, કર્મચારીઓ સહિત કુલ 9 વ્યક્તિઓને ઇજા થવા પામી હતી.

મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડની ચાલતી કામગીરીને અટકાવવાના પ્રયાસ કરી જેસીબીની આગળ બેસી જઈ વળતર નહીં મળ્યાના આક્ષેપો કરતા મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડ પર ભારે હોબાળો મચાવતા ઉપરોક્ત બનાવની જાણ પાદરા પોલીસને કરતા પાદરા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જયાં ખેડૂત કબજેદાર વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને હોબાળો મચતા જેમાં કબજેદાર અને ચાલુ કામમાં જેસીબીની આગળ બેસી જઈ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘર્ષણમાં પોલીસ અને કબજેદાર વચ્ચે હોબાળો મચ્યા બાદ ભારે ઘર્ષણ થતાં 2 પીએસઆઈ મળી 4 પોલીસ જવાન મળી 6ને સામાન્ય ઇજા થવા પામી હતી. સાથે સાથે આ ઘર્ષણમાં ત્રણ ખેડૂત કબજેદાર સહિત સામાન્ય ઇજા થવા પામી હતી. ઉલ્લેખનિય છે કે પાદરાના બે પીએસઆઈ અને કોન્સ્ટેબલોને ઇજા થતાં મામલો બિચકયો હતો અને સમગ્ર મામલે જમીન કબજેદારના વિરોધ વચ્ચે પોલીસે તમામ કબજેદારની અટકાયત કરી હતી.

પાદરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં 6 પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. જ્યારે ખેડૂતોએ આક્ષેપો કર્યા છે કે જમીનનું વળતર નહીં મળતા વિરોધ પ્રદર્શન કર્યું છે. પોલીસે સમગ્ર મામલે હાલ કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...