કાર્યવાહી:ગંદકી બાબતે કહેવા જતાં ઝઘડો થતાં માથાના ભાગે લાકડી મારી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાદરાના ભદારી ગામે બનેલી ઘટના
  • મારી નાખવાની ધમકી આપતા 3 સામે ગુનો નોંધાયો

પાદરાના ભદારી ગામે પેશાબ પાની ગંદકી કરતાં જે બાબતે કહેવા જતા ઝઘડો થતાં માથાના ભાગે લાકડી મારી એકબીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાતા પોલીસે 3 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પાદરા ના ભદારી ગામે પંચાયત વાડી નગરીમાં રહેતા જાબીરખાન હકીમખાન પઠાણના ઘરની આગળ રોડ સામે રહેતા ઉસ્માનભાઈ પઠાણ તથા યુસુફ પઠાણે કોઠીયા ઘરની જગ્યા રાખેલી છે. જ્યાં ઉસ્માનભાઈના બકરા બાંધતા હોય છે. તે જગ્યાએ ઉસ્માનભાઈ તેમના છોકરાઓ ગમે તે સમયે પેશાબ ગંદકી કરતા હોય જે બાબતે નસીમબાનુ કહેવા જતા તારા બાપની જગ્યા છે.

અમારી જગ્યામાં પેશાબ કરીએ છે. તેમ કહેતા કે જે ગાળો બોલી ઉસ્માન લાકડી લઈને આવી માથાના ભાગે મારતા નસીમબાનું પાદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પાદરા પોલીસ મથકે જાબીરખાન હકીમખાન પઠાને ફરિયાદ આપતા પોલીસે ઉસ્માન પઠાણ, અબ્બાસઉદ્દીન ઉસ્માન પઠાન, આરીફ ઉસ્માન પઠાણ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...