તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા હિ સંગઠન:મુજપુર CHC ખાતે વેક્સિનેશન અભિયાનને લઈ ભાજપાના કાર્યકરો દ્વારા મુલાકાત લેવાઈ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરાના મૂજપૂર વેક્સિન સેંટરમાં મહાભિયાનને લઈ સેન્ટરની મુલાકાત લેતા મહાનુભાવો નજરે પડે છે. - Divya Bhaskar
પાદરાના મૂજપૂર વેક્સિન સેંટરમાં મહાભિયાનને લઈ સેન્ટરની મુલાકાત લેતા મહાનુભાવો નજરે પડે છે.
  • ભાજપના ‘સેવા હિ સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો

પાદરાના મુજપુર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેક્સિનેશન સેન્ટરમાં “પાદરામાં બધાને વેક્સિન, મફત વેક્સિન” કોવીડ વેક્સિનેશન મહાઅભિયાન”ને લઇ લોકોનો અને કોરોના ફ્રટલાઇન કોરોના વોરિયર્સ પાદરામાં “21 જૂનથી “કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન “પાદરામાં બધાને વેક્સિન, મફત વેક્સિન”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત મુજપૂર સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ખાતે સૌથી વધુ લોકો વેક્સિન લે તે માટે તેમજ કોરોના ટેસ્ટીંગ કરાવનાર લોકોને જાગૃત કરવા, ભાજપાના ‘સેવા હિ સંગઠન’ કાર્યક્રમ અંતર્ગત મુલાકાત લેવામાં આવી.

જેમાં પાદરા નગર પાલિકાપ્રમુખ મયુર ઝાલા, પાદરા ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામી, પૂર્વ પ્રમુખ પરેશ ગાંધી, નગર પાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન સંતોષ પટેલનાઓએ મુલાકાત લીધી. જેમાં પાદરા ભાજપા મહામંત્રી શૈલેષ સ્વામીએ જણાવ્યું કે, સોમવારે રસીકરણ સેન્ટરની મુલાકાત લીધી. જેમાં સૌ નાગરિકોને અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને અભિનંદન પાઠવ્યાં હતા. પાદરા તાલુકામાં 8 સેન્ટર પર વેક્સિનેશન ચાલુ કરેલ છે. જેમાં મૂજપૂર વેક્સિનેશન સેન્ટર્સ પર લોકો ઓન-સ્પોટ રજિસ્ટ્રેશનથી વોક-ઈન વેક્સિનેશનનો લાભ મેળવી રહેલ છે.

પાદરા તાલુકામાં દરેક લોકો સંકલ્પ કરે, એક પણ વ્યક્તિ વેક્સિન વગર રહે નહિ, ઝડપથી વેક્સિન લગાવીએ, પાદરા તાલુકો કોરોના મુક્તબનાવીએ, તેમજ તમામ આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.આ “કોવિડ વેક્સિનેશન મહાઅભિયાન’ માં મુજપૂર રસીકરણ કેન્દ્રના કાર્યક્રમમાં મૂજપુર સેન્ટરના ડો. સુરત પ્યારી ઇન્ચાર્જ ચેતનાબેન ડી.એચ.ઓ.પાદરા, મયુરભાઇ ચાવડા- હેલ્થ સુપરવાઝર, મુજપુર, કારોબારી ચેરમેન નયન ભાવસાર, પાદરા નગર પાલિકા પ્રમુખ મયુરઝાલા, સેજલબેન, પ્રિયંકાબેન નર્સ, કૌશિક દરજી, સંતોષ પટેલ, બ્રિજેશ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...