નિરીક્ષણ:પાલિકા ડ્રેનેજનાં પાણી છોડતી હોવાથી વિશ્વામિત્રી પ્રદૂષિત, ​​​​​​​મહીસાગર નદીમાં ઔદ્યોગિક એકમો જ પ્રદૂષણ ફેલાવતા હોવાના ગંભીર આક્ષેપો

પાદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિશ્વામિત્રી નદીમાંથી કોંગ્રેસની સત્ય શોધક કમિટિ દ્વારા પાણીના સેમ્પલ લેવાયાં હતા. - Divya Bhaskar
વિશ્વામિત્રી નદીમાંથી કોંગ્રેસની સત્ય શોધક કમિટિ દ્વારા પાણીના સેમ્પલ લેવાયાં હતા.
  • કોંગ્રેસની સત્યતા શોધક સમિતિએ ડબકા સહિતનાં નદી કિનારાનાં ગામોની મુલાકાત લઇ પ્રદૂષણ તથા તેનાથી પડતી મુશ્કેલીની માહિતી મેળવી

પાદરાના ડબકા ગામે ઔદ્યોગિક સલામતી, પર્યાવરણ મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવેલ સત્યતા શોધક સમિતિ (ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી)ના સભ્યો દ્વારા મહીસાગર નદી તથા પ્રદૂષણવાળા વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી હતી. તેમજ વિશ્વામિત્રી નદીની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. તેમજ પાલિકા દ્વારા ટ્રીટમેન્ટ વિના જ ડ્રેનેજનાં પાણી છોડાતાં હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાતમાં ઔદ્યોગિક એકમોથી વધતા પ્રદૂષણના કારણે નાગરિકોના જીવ સામે જોખમ વધ્યું છે. પર્યાવરણ બચાવવાની સાથે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી પ્રદૂષણવાળા વિસ્તારમાં મુલાકાત લઈ રહ્યા છે.

જેના ભાગરૂપે પાદરા તાલુકાની મુલાકાતે કમિટીના સભ્યોમાં પૂર્વ મંત્રી તુષાર ચૌધરી તથા વિપક્ષી નેતા અમી રાવત, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ તથા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંંત પટેલ તથા વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાગર કોકો સહિતના કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડબકા આવતા સરપંચ મહેશ જાદવ સહિત ગ્રામજનોએ આવેલા કોંગ્રેસ કમિટીના સભ્યોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પાદરા તાલુકામાં મુલાકાત લીધી. જેમાં જળ અને વાયુ પ્રદૂષિત થાય તે સ્થળોની મુલાકાત લીધી હતી.

પાદરાના ડબકા ગામ ખાતે મહીસાગર ખાતે આવી પહોંચ્યા હતા અને ગ્રામજનો તેમજ સરપંચ સાથે મુલાકાત કરી હતી. મહી નદીમાં થતા પ્રદૂષણ તથા તેનાથી પડતી મુશ્કેલીઓની માહિતી મેળવી હતી. ગ્રામજનોએ પણ વધતા પ્રદૂષણ અંગે ચિતા વ્યક્ત કરીને રજૂઆત કરી હતી. પર્યાવરણ બચાવના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા બનાવેલ સત્યતા શોધક સમિતિ (ફેક્ટ ફાઇડીંગ કમિટી)ના કોંગ્રસના સભ્યોએ પાદરા વિસ્તારમાં મહી કાંઠાના ગામોની મુલાકાત લીધી અને તેનો રિપોર્ટ જીપીસીબી આપીને રજૂઆત કરવામાં આવશે. અનેક ઔદ્યોગિક એકમો દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...