તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:માસારોડ પોસ્ટ ઓફિસ મોભા ગામે ખસેડવા મુદ્દે ગ્રામજનોનો હોબાળો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માસારોડ ગ્રામજનો પોસ્ટ ઓફીસ મોભા ગામે ખસેડવાના મુદ્દે હોબાળો મચી જતા નજરે પડે છે. - Divya Bhaskar
માસારોડ ગ્રામજનો પોસ્ટ ઓફીસ મોભા ગામે ખસેડવાના મુદ્દે હોબાળો મચી જતા નજરે પડે છે.
  • પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત થયું હોવાથી નિર્ણય લેવામાં આવ્યો હતો
  • કોઈ સૂચના કે જાણ કર્યા વગર લેવાયેલા નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો

પાદરા માસારોડ કણજટમાં આવેલ પોસ્ટ ઓફિસનું મકાન જર્જરિત થયું હોવાથી તાત્કાલિક રીતે કોઈ સૂચના કે જાણ કર્યા વગર તેને મોભા ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓ, બહેનો સહિત મોટીસંખ્યામાં લોકોએ ભેગા મળી ઓફિસ ખસેડવામાં ના આવે તે માટે રજૂઆત કરતાં હોબાળો મચી ગયો હતો. ગ્રામજનોપોસ્ટ ઓફિસ નહિ ખસેડવા માટે સોમવારે ફતેગંજ ઓફિસે વિરોધ કરવા માટે રજૂઆત કરવા જનારા હોવાનું જાણવા મળે છે.

પાદરાના માસરોડ ગામે આવેલ પોસ્ટ ઓફિસનું મકાન મોભા ખસેડવાના મુદ્દે સરપંચ પોસ્ટમાં રજૂઆત કરાઇ હતી. પોસ્ટ ઓફિસના જર્જરિત મકાનની જગ્યાએ તાત્કાલિક ધોરણે માસારોડમાં યોગ્ય મકાનમાં વ્યવસ્થા કરી આપવા ભાજપના અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય કમલેશ પરમારે વ્યવસ્થા કરી હતી. પરંતુ ફરી પાછી પોસ્ટ ઓફિસ મોભા લઇ જવાનો હુકમ થયાની જાણ થવા પામી હતી.

ઉલ્લેખનિય છે કે માસારોડથી મોભા વાયા મુવાલ 15 કિ.મી ના અંતરે છે તેમાંય મોટા ભાગે નેટવર્કની તકલીફ પણ હોય છે. તો વિધવાઓ અને ગ્રામજનોને તકલીફમાં મુકાઇ શકે છે. માસારોડ ગામે પંચાયત દ્વારા સુવિધા તાત્કાલિક ઉભી કરવાની લેખિત બાંયધરી પણ આપી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ આજે ભેગા મળી ઓફિસ ખસેડવામાં ન આવે તે માટે રજૂઆત કરવા એકત્રિત થતાં હોબાળો મચી ગયો હતો. સોમવારે ગ્રામજનો વડોદરા ફતેગંજ ઓફિસે રજૂઆત કરવા જનારા હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...