ગૃહિણીઓના બજેટ ખોરવાયાં:સતત વરસાદ પડવાના કારણે શાકભાજીની આવક ઘટી

પાદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા સરદાર પટેલ શાકમાર્કેટ બજારમાં શાકભાજીની આવકમાં વિવિધ કારણોસર ઘટાડો થતા શાકભાજીની આવકમાં ભડકો થવા પામ્યો છે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. - Divya Bhaskar
પાદરા સરદાર પટેલ શાકમાર્કેટ બજારમાં શાકભાજીની આવકમાં વિવિધ કારણોસર ઘટાડો થતા શાકભાજીની આવકમાં ભડકો થવા પામ્યો છે ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
  • પાદરા-વડુ પંથકમાં શાકભાજીના ભાવમાં વધારો થયો

પાદરા વડુ પંથકમાં સતત વરસાદ પડવાના કારણે નવું જવતર નહિ થવાના કારણે શાકભાજીની આવકમાં સતત ઘટાડો નોંધાયો છે. છેલ્લા 20 દિવસથી શાકભાજીના ભાવોમાં ભડકો થવા પામ્યો છે. સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે ગૃહિણીઓને મોટી અસર પડી છે અને ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે.

પાદરા વડુ પંથકમાં કોરોનાની સૌથી વધુ અસર જિલ્લામાં પાદરામાં થવા પામી હતી. જેની અસરના પગલે સામાન્ય લોકો મોંઘવારીથી પરેશાન થઈ રહ્યા છે. એક તરફ રોજે રોજ પેટ્રોલ, ડીઝલ, સહિતના ગેસના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ભાદરવા ભરપૂર હોય તેમ સતત વરસાદ પડવાના કારણે ખેતી તેમજ શાકભાજી સહિતના પાકોને ભારે નુકશાન થવા પામ્યું છે. સતત વરસાદ પડવાના કારણે નવું સરદાર પટેલ શાકમાર્કેટમાં આવકમાં ઘટાડો નોંધાતા છેલ્લા 20 દિવસથી ભાવોમાં ભડકો થવા પામ્યો છે. પેટ્રોલ, ડીઝલ મોંઘું થતા હવે ભાવ વધારાની અસર પણ શાકભાજીના ભાવ પર પણ પડી રહી છે. ભાવ વધારાના કારણે ગૃહિણીઓ પર પણ અસર પડી છે.

હાલમાં પાદરા સરદાર પટેલ શાકમાર્કેટમાં ટામેટા ,ડુંગળી, નાસિક તેમજ બીજી અન્ય શાકભાજી અન્ય જગ્યાએ વધુ આવે છે. જે પેટ્રોલ-ડીઝલ મોંઘું થતા ટ્રાન્સપ્રોર્ટેશન પણ મોંઘું થતા જેની સીધી અસર શાકભાજી પર પણ પડી રહી છે. વિવિધ કારણોસર શાકભાજીનો જથ્થો આવતો અટક્યો છે. જેની પણ અસર વર્તાઈ છે. એક તરફ શાકભાજીની આવક ઘટી છે બીજી તરફ શાકભાજીની માંગ યથાવત છે. પરિણામે વધારો થયો છે. જોકે વેપારીઓનું માનવું છે કે શાકભાજીની આવક વધતા આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થશે તેવું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...