તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન:વડોદરા જિલ્લા ભારતીય કિસાન સંઘ આજના બંધમાં નહીં જોડાય

પાદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કૃષિ કાનૂન સ્વીકાર્ય પરંતુ થોડો સુધાર લાવવો જરૂરી
 • ખેડૂતોનું આદોલન હવે રાજકારણ પ્રેરિત બન્યું હોવાનું સંઘે જણાવ્યું

ભારતીય કિશાન સંઘ વડોદરા જિલ્લો મંગળવારના બંધથી અળગો રહેશે અને કૃષિ બિલ ખેડૂતો માટે નુકસાન કરતા નથી. થોડો સુધાર કરવાની જરૂર છે. હવે આ આંદોલન ખેડૂતોનું નથી રહ્યું. રાજકારણ અને વિદેશી શક્તિઓએ હાઇજેક કર્યું છે. તેવું ભારતીય કિશાન સંઘની યાદી જણાવે છે. હાલમાં દિલ્હીમાં પંજાબના ખેડૂતો દ્વારા દિલ્હીને ચારે તરફથી જામ કરીને કૃષિ બિલનો ભારે વિરોધ કરીને ત્રણેવ બિલ રદ કરવામાં આવે તેવી માંગણી સાથે ધરણામાં બેઠા છે. જેમાં ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઠાકોરભાઈ પટેલ અને પ્રદેશની યાદી જણાવે છે. જેમાં મંગળવાર 8 ડિસેમ્બરે ભારત બંધનો કોલ દિલ્હીમાં પંજાબના ખેડૂતોએ આપ્યો છે.

જેમાં ગુજરાત ભારતીય કિશાન સંઘ જોડાશે નહિ અને કિશાન બિલ ખેડૂતોને ક્યાંય નુકશાન નથી કરતું. જેમાં ત્રુટિ છે અને જે સુધાર કરવાની જરૂર છે. જે કિસાન સંઘે પહેલાંથી જણાવેલ છે. હાલમાં જે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે તે રાજકીય પ્રેરિત છે. કિસાનોના હાથમાં રહ્યું નથી. પડદા પાછળ વિદેશી શક્તિઓ કામે લાગેલી છે. તે અયોગ્ય છે. જે કિસાનોએ સમજવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો