હોબાળો:પાદરામાં રાજકીય વગ વાપરીને 18 વર્ષથી ઉપરનાને CHC સહિતના કેન્દ્રો પર વેક્સિન અપાતાં હોબાળો

પાદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરાના જાગૃત નાગરિકોએ  રસીકરણ કેન્દ્રોની પોલ ખોલી. - Divya Bhaskar
પાદરાના જાગૃત નાગરિકોએ રસીકરણ કેન્દ્રોની પોલ ખોલી.
  • THOએ તપાસ કરીને રિપોર્ટ વડી કચેરી મોકલીશુ તેમ જણાવ્યું

પાદરાના જાગૃત નાગરિક આશિષ પટેલ, અલ્પેશ પટેલ, દક્ષેશ પટેલ તથા RSPના કોર્પોરેટર સંકેત પટેલ અને તેમની ટીમ દ્વારા આજે પાદરા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો અને આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યા છે કે એક બાજુ આરોગ્ય વિભાગ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરતાં 18 વર્ષથી ઉપરના લોકોને રસી આપવામાં આવતી નથી તેમ જણાવે છે. ત્યારે બીજી બાજુ પાદરામાં સરકારી દવાખાનાના રસીકરણ કેન્દ્ર પર બપોરે 3.00 વાગ્યા બાદ કેટલાક નેતાઓની લાગવગથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન મૂકવામાં આવે છે.

જ્યારે તંત્રએ દાવો કર્યો છે કે સરકારની ગાઈડલાઈન મુજબ હાલ પાદરાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવામાં આવતી નથી. જોકે તેની સામે પાદરા જાગૃત નાગરિકોની ટીમે આજે 18થી વધુના રસી મુકાવેલા સર્ટિફિકેટના પુરાવા સાથે પાદરા તાલુકા હેલ્થ ઓફિસમાં મુખ્ય અધિકારીને રજુઆત સાથે આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો અને તેવો આક્ષેપ કર્યા હતા કે પાદરાના કેટલાક નેતાઓના લાગવાથી આરોગ્ય વિભાગ દ્વારા આ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને કોરોના વેક્સીન મૂકવામાં આવે છે.

ત્યારે સામાન્ય પ્રજા સાથે આ પ્રકારનો અન્યાય શા માટે કરવામાં આવે છે? જોકે તેની જાગ્રૃત નાગરિક ટીમ દ્વારા વેક્સિનેશન કરાવેલ વ્યક્તિનું કોરોના વેક્સિન સર્ટિફિકેટ સાથે પાદરા તાલુકા હેલ્થ ઓફિસરને પુરાવા સાથે રજુ કરતા પાદરા તાલુકા હેલ્થ ઓફિસર વિમલકુમાર સિંઘે આ અંગે જણાવ્યું હતું કે આક્ષેપ અંગે તપાસ કરીને તે રિપોર્ટ તેઓની વડી કચેરીએ મોકલી આપવામાં આવશે. તેઓના નિર્ણય પ્રમાણે જે તે અધિકારી કે કર્મચારી તબીબ સામે આગળ કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...