ભાસ્કર વિશેષ:એકલબારાની દરગાહ પર સાદાઈથી ઉર્સ ઉજવાયો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ-મુસ્લિમની એકતા સ્વરૂપ ઘેર-ઘેર ગાયો પાળોનો સંદેશો દરગાહેથી પાઠવાય છે

પાદરાના એકલબારા ગામનાં કયામુદ્દીન ચિશ્તી દાદા ટ્રસ્ટ દ્વારા કોરોના તેમજ ઓમિક્રોન વેરિયન્ટના નવા વાઈરસને ધ્યાને લઇ સાદાઈથી ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. પાદરાના એકલબારા ગામે આવેલી કયામુદ્દીન દાદાની 350 વર્ષો જૂની દરગાહ આવેલી છે.

હિન્દુ-મુસ્લિમની એકતાના પ્રતિક સ્વરૂપ અને ઘેર-ઘેર ગાયો પાળોનો સંદેશો આ દરગાહેથી પાઠવવામાં આવે છે સાથે વ્યસન મુકિતનો સંદેશો પણ પાઠવવામાં આવે છે. ત્યારે ગઈકાલે સાદાઈથી દરગાહ પર ચાદર ચઢાવી ઉજવણી કરવામાં આવી હતી. જે દરગાહનું છે અનોખું મહત્વ રહેલું છે અને લોકો ત્યાં મન્નતો માને છે. જ્યાં દરગાહ પર વર્ષોથી સંદલ હિન્દુ ધર્મ પરિવારના પાદરાના ધારાસભ્ય ઠાકોર જસપાલસિંહ પઢીયારના ઘરેથી નીકળી દરગાહ પર પહોંચે છે.

ક્યામુદ્દીન ચિશ્તી બાવાનો ઉર્સ મેળો રદ કરાયો
કોરોનાની મહામારીનાને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારની ગાઈડ લાઈન પ્રમાણે એકલબારા ગામે યોજાનાર ક્યામુદ્દીન ચિશતી બાવાનો 18મીથી યોજાનારો ઉર્સ મેળો રદ કરવામાં આવ્યો હતો.

એકલબારાની દરગાહ સાથે રાજવી પરિવારનો 300 વર્ષ જૂનો નાતો છે
કોમી એકતાનું મિશાલ આ દરગાહ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે એકલબારાની દરગાહ સાથે અમારા રાજવી પરિવાર નો ૩૦૦ વર્ષ જુનો નાતો છે. હર વર્ષે ધામધૂમથી સંદલ અમારા ઘરેથી નીકળી દરગાહ પર લઈ જઈએ છીએ. પરંતુ આ વર્ષે કોરોના ગાઈડલાઈન મુજબ સાદાઈ થી ઉર્સ ની ઉજવણી કરવામાં આવી છે. > જશપાલસિંહ પઢિયાર, ધારાસભ્ય, પાદરા

અન્ય સમાચારો પણ છે...