વિરોધ:પાદરામાં BLOની મીટિંગમાં શિક્ષકનું અપમાન થતાં હોબાળો

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરાના પ્રમુખસ્વામી ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી મયંક પટેલ દ્વારા  બોલાવેલી બીએલઓની બેઠક તોફાની બની હતી.} ચિંતન ગાંધી - Divya Bhaskar
પાદરાના પ્રમુખસ્વામી ટાઉન હોલ ખાતે પ્રાંત અધિકારી મયંક પટેલ દ્વારા બોલાવેલી બીએલઓની બેઠક તોફાની બની હતી.} ચિંતન ગાંધી
  • પ્રાંત અધિકારીએ શિક્ષકને સાંભળવાને બદલે સ્ટેજ છોડી જવા કહેતાં વિરોધ
  • આધાર કાર્ડ લિંક કરવાની કામગીરી બાબતે મીટિંગ યોજાઇ હતી

પાદરા તાલુકામાં મતદાર યાદીમાં કામ કરતા પ્રાથમિક શિક્ષકોની એક મીટિંગ પ્રાંત અધિકારી મયંક પટેલ દ્વારા બોલાવવામાં આવી હતી. જેમાં ચૂંટણી ફરજ દરમિયાન જે શિક્ષક મિત્રોએ ફરજ બજાવી હતી એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી. જેને તાલુકાના મતદાર યાદીમાં કામ કરતા શિક્ષક વિજય ગોહિલ દ્વારા બિરદાવાઇ હતી. ત્યારબાદ મયંક પટેલ દ્વારા પણ આ કામગીરીની પ્રશંસા કરાઇ હતી.

ચૂંટણી પંચ દ્વારા આગામી વર્ષ 2023માં 1/1/2023ની લાયકાત તારીખે યોજાયેલી મતદાર યાદીની સક્રિય સંક્ષિપ્ત સુધારણાની કામગીરી બાબતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વીડિયો કોન્ફરન્સમાં મળેલ સૂચના મુજબ આધાર કાર્ડ લિંક કરવા કરેલ કામગીરી કરવા બાબતે પાદરા પ્રમુખ સ્વામી ટાઉન હોલ ખાતે મીટિંગનું આયોજન કરાયું હતું. આ મીટિંગના બીજા તબક્કામાં પ્રાથમિક શિક્ષકોના મતદાર યાદી સુધારણા બાબતે કેટલાક સામાન્ય પ્રશ્નોની રજૂઆત શિક્ષકો દ્વારા કરાઇ હતી.

જે પ્રશ્નોને સાંભળવાને બદલે મયંક પટેલ એકદમ ગુસ્સે થઈ ગયા હતા અને શિક્ષકને સ્ટેજ છોડી જવા કહ્યું હતુ. અને એક અધિકારીને ન છાજે તેવું વર્તન કર્યું હતું. આટલેથી સંતોષ ન થતાં તેમની સામે ઉભેલા શિક્ષક અમૃતભાઈને હોલમાંથી બહાર નાખી દેવાની સૂચના તેમણે આપી હતી. આ બનાવ બનતાં હાજર પ્રાથમિક શિક્ષક સંઘ, તાલુકાના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, શિક્ષક આગવાનો અને પ્રાથમિક શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ આ બાબતે હાજર તાલુકાના મામલતદારને ધારદાર રજૂઆત કરી હતી.

મયંક પટેલના આ હિંસક વર્તનથી નારાજ પ્રાથમિક શિક્ષકો ગભરાટના માર્યા બહાર નીકળી ગયા હતા અને અધિકારી વધારે હિંસક ન બને તે માટે યોગ્ય રજૂઆત કરી હતી. આવા હિટલર અધિકારી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની લેખિતમાં બંને સંગઠનો દ્વારા માગણી કરાઇ છે.

પ્રાંત ઓફિસર સામે શિક્ષકો લાલઘૂમ બન્યા
પાદરામાં તાલુકાના 215 જેટલા ચૂંટણી કામગીરી અંતર્ગત પ્રાંત ઓફિસર મંયક પટેલ દ્વારા બોલાવાયેલી મીટિંગમાં શિક્ષકનું જાહેરમાં અપમાન થતાં હોબાળો થયો હતો. મીટિંગમાં હાજર રહેલા બી.એલ.ઓ તથા શિક્ષકો અને બંને શિક્ષક સંઘો દ્વારા પ્રાંત ઓફિસર સામે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવી માફી માગે તેવી માંગણી કરી હતી. બી.એલ.ઓની કામગીરી અંગે ત્રણ મિનિટમાં આધાર કાર્ડ લિંક અંગે બી.એલ.ઓ વિજય ગોહિલે પ્રશ્ન પૂછતાં પ્રાત ઓફિસર ભડક્યા હતા અને બી.એલ.ઓને ગેટ આઉટ કહી હોલની બહાર ફેંકી દો કહી જાહેરમાં અપમાન થતાં શિક્ષકો લાલ ઘૂમ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...