તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:પાદરામાં લતિપુરા રોડ ઉપર સંતરામ ગૌશાળાની પાણીની મોટર-વાયર અજાણ્યા શખ્સો ચોરી ગયા

પાદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરમાં પથ્થર નાખીને કૂવો પૂરી દીધો, આ મોગલાઈ કૃત્ય હોવાનો સંતોનો આક્રોશ
  • ભક્તો અને ગૌ પ્રેમીઓએ બોરમાં નાખેલા પથ્થરો કાઢવાની કામગીરી જાતે શરૂ કરી

પાદરા નગરમાં આવેલ લતિપુરા રોડ ઉપર આવેલ સંતરામ ગૌશાળાના પાણીમાં બોરની મોટર અને વાયરો કોઈ અજાણ્યા શખ્સો કાઢી જઈને ચોરી કરી ગયા છે. બોરવેલમાં પથરો ભરી દઈને ભારે નુકસાન કર્યું છે. આ અંગે પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.પાદરાના લતિપુરા રોડ ઉપર આવેલ અંબા સંકરીની બાજુમાં આવેલ સંતરામ ગૌશાળાનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં કોઈ ગૌ વિરોધી ધર્મ વિરોધી તત્વો દ્વારા સંતરામ મંદિરની લોક કલ્યાણની પ્રવૃત્તિ સહન થઈ શકતા મોગલાઈ કૃત્ય કરીને ગાયો માટે બનાવેલ પાણીનો બોરમાં ઉતારેલ મોટર તેનો વાયર મોડી રાત્રે કાઢી ગયા હતા અને ફરી બોરવેલનો ઉપયોગ ન કરી શકે ગાયો માટે પાણી ન મળી શકે તે માટે બોરમાં ઈટોના ટુકડા નાંખીને બોરનો ફરી ઉપયોગ પાણી માટે ન કરી શકે તેમ પૂરી દીધો હતો.

આ બનાવની સંતરામ મંદિરના મહંત અને અનુયાયી ભક્તોને તથા પ્રજાને થતા લોકોએ આવા રાક્ષશી કૃત્ય કરનાર ઉપર ફિટકાર વરસાવ્યો હતો અને પોલીસમાં જઈને ફરિયાદ આપી હતી. જેમાં ભક્તો અને ગૌ પ્રેમીઓ સ્થળ ઉપર પહોંચીને બોરમાં નાખેલા પત્થરો કાઢવાની કામગીરી જાતે શરૂ કરી હતી. આમ પાદરામાં કેટલાક સ્થાપિત તત્વો દ્વારા મંદિરના સેવકોના કહેવા પ્રમાણે અગાઉ પણ આવા કૃત્યો કરવામાં આવ્યા હતા. જે ગૌ વિરોધીઓ હોવાનું કૃત્ય છે કે કોઈ ચોરોનું કૃત્ય છે કે ધર્મ વિરોધી તત્વોનું કામ છે તે પોલીસ કાર્યવાહી કરે તો ખબર પડે.

અન્ય સમાચારો પણ છે...