તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગ્યાની ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પાદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરજણના કોવિડ કેર સેન્ટરમાંથી આરોપી ભાગી ગયો હતો

કરજણના સુમેરૂ ખાતે કોવિડ સેન્ટરમા સારવાર અર્થે પાદરા પોલીસના જાપતા સાથે મોકલી આપવામાં આવેલ આરોપી તા.24 ને બુધવારના રોજ બપોરે પોલીસની નજર ચૂકવીને ભાગી છૂટ્યો હતો. જે ઘટનામાં જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઈ દ્વારા ગુરુવારે મોડી રાત્રે પાદરા પોલીસના બે કોન્સ્ટેબલ છગનભાઇ આંબાભાઈ સુસરા અને આરીફભાઈ અમીરભાઈ મુલતાનીને ફરજમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જુલાઈ 2019 માં પાદરા - ડભાસા રોડ ઉપર આવેલ પારલે હાઉસ નામના ગોડાઉનનું તેમજ સામે બાજુ અન્ય એક ઓફિસનું તાળું તોડી રોકડ અને ચાંદીના સિક્કા બેગ મળી કુલ રૂ.23,500ની મતાની ચોરી થઈ હતી. જે ગુનામા તાલુકા પોલીસે સુભાષ ભુરિયાને ઝડપી પાડ્યો હતો. આ આરોપી અગાઉ પણ અસંખ્ય ગુનાઓને અંજામ આપી ચુક્યો છે જેને પાદરા પોલીસ ટ્રાન્સફર વોરંટથી પાદરા પોલીસ મથકે લાવી તપાસ કરવાની હોવાથી કોવિડ ગાઈડલાઈન મુજબ આરોપીનો કોરોના રિપોર્ટ કરાવાયો હતો.

જે પોઝિટિવ આવતા તેને કરજણના સુમેરૂ ખાતે કોવિડ સેન્ટરમા પાદરા પોલીસના જાપતા સાથે મોકલી આપ્યો હતો. તા.24 ને બુધવારે બપોરે તે પોલીસની નજર ચૂકવીને ભાગી છૂટ્યો હતો. જે બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકે ગંભીર નોંધ લેતાં ગુરુવારે મોડી રાત્રે પાદરા પોલીસના બે કોન્સ્ટેબલ છગનભાઇ સુસરા અને આરીફભાઈ મુલતાનીને તાત્કાલિક અસરથી ફરજ બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો