અકસ્માત:ગવાસદ ગામ પાસે ટ્રક ચાલકે મોટર સાઈકલને અડફેટે લેતાં 2 જણાંના મોત

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે અકસ્માત કરી નાસી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો

પાદરાના કુરાલ ગામે શાસ્ત્રીપોળ ફળિયામાં રહેતા રાજેશ સૂર્યકાન્ત પટેલના ભત્રીજા આદિત નિખિલભાઈ પટેલ ઉ.23 તથા તેનો મિત્ર યક્ષ અરવિંદભાઈ પટેલનાઓ મોટરસાયકલ લઈને હોટલમાં જમવા માટે કુરાલ ગામેથી મુવાલ તરફ જવા નીકળેલા હતા. તે દરમ્યાન ગવાસદ ગામ પાસે આગળ ચાલતી ટ્રકને આદિત પટેલે ઓવરટેક કરવા જતાં પાછળ આવતી એક અજાણી ટ્રકના ચાલકે જંબુસર તરફથી ચલાવી લઈ આવતા બાઈકને ટક્કર મારી એક્સિડન્ટ કરતા આદિત પટેલને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

જ્યારે યક્ષ અરવિંદ પટેલને પગના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન યક્ષનું મોત નિપજ્યું હતું. આમ એક્સિડન્ટ થતા ટ્રક ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઉપરોક્ત બનેલા બનાવના પગલે કુરાલ ગામના યુવકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગમખ્વાર અકસ્માતના પગલે બંને યુવકોના મોત નિપજતા કુરાલ ગામ હિબકે ચડ્યું હતું. વડુ પોલીસે ઘટના સ્થળે પહોંચી પીએમ માટેની તજવીજ હાથ ધરી અને વડુ સરકારી દવાખાને યુવકને ખસેડાયો હતો. પોલીસે રાજેશ પટેલની ફરિયાદના આધારે અજાણી ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...