કોરોના સંક્રમણ:પાદરામાં વધુ બે લોકોને કોરોનાનું સંક્રમણ થતાં કુલ કેસનો આંક 4 થયો

પાદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરા શહેર-તાલુકામાં 361 Rtpcr, 216 રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા

પાદરામાં કોરોનાના વધુ બે કેસ નોંધાતા કોરોનાના સત્તાવાર રીતે 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે બિનસત્તાવાર રીતે કોરોનાના 15 જેટલા કેસ હોવાનું જાણવા મળે છે. પાદરામાં 3 અને ડભાસામાં 1 મળી કુલ 4 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જણાવ્યું હતું. જોકે ડભાસા ગામનો જે કોરોનાનો કેસ નોંધાયો છે તે છેલ્લા 10 વર્ષથી વડોદરા રહે છે. પરંતુ જેઓનું આધાર સરનામું ડભાસા ગામ હોવાથી ડભાસા ગામે કોરોનાનો કેસ નોંધાયો છે. ગુરુવારે Rtpcrના 361 તેમજ 216 રેપીડ ટેસ્ટ પાદરા શહેર-તાલુકામાં કરાતા તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.

પુનિયાદમાં 3 અને તેરસામાં 1 કોરોના પોઝિટિવ
શિનોર | શિનોર તાલુકામાં પુનિયાદ મુકામે 3 તથા તેરસામાં 1 કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે. 5 જાન્યુઆરીએ પુનિયાદમાં અન્ય 3 ઈસમોમાં 52 વર્ષનો પુરુષ, 35 વર્ષનો યુવાન અને 46 વર્ષની મહિલા ઉપરાંત તેરસામાં 60 વર્ષનો પુરુષ કોરોના પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. શિનોર તાલુકામાં બાળકોને 3 દિવસમાં 2578ના લક્ષ્યાંક સામે 1952ને વેક્સિનેશન કરાતા હજુ 624 બાળકો બાકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...