તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વડુ નજીક ગાડી અને એક્ટિવા વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત

પાદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરાની ટેલિફોન ઓફિસમાં ફરજ બજાવતા બે કર્મચારીના મોત
  • ફરાર ગાડી ચાલકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

પાદરા-જંબુસર રોડ પર વડુ નજીક MGVCLની ઓન ડ્યુટી બોલેરો ગાડી અને એક્ટીવાને અકસ્માત થતાં પાદરાના બે ટેલિફોન ઓફિસના કર્મચારીઓના મોત નિપજ્યા હતા. જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું. બીજા ઇસમનું વડોદરા એસએસજીમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી પી.એમ માટે તજવીજ હાથ ધરી હતી. અકસ્માત કરી નાસી ગયેલ ગાડી ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પાદરાની ટેલિફોન ઓફિસમાં ફરજ બજાવી કર્મચારી વજેસંગ અદેસંગ પઢીયાર 46 ઉર્ફે જગદીશ તેમજ મોહંમદ હસામૈયા અંસારી 55 એક્ટીવા લઈને પાદરા ટેલિફોન ઓફિસમાંથી મંગળવારે વહેલી સવારના 8:30 કલાકની આસપાસ ટેલિફોન વાયરનું જોડાણ કરવા માટેના જરૂરી સામાન તેમજ કેબલનું કામ કરવા માટે પાદરાથી વડુ રોડ પર જતાં હતાં. તે દરમિયાન સવારના 10:30 કલાકની આસપાસ MGVCLની ઓન ડ્યુટી બોલેરો ગાડીના ચાલકે પાદરા-જંબુસર રોડ પર વડુ નજીક એક્ટીવાને અડફેટે લઇ અકસ્માત થતાં એક્ટિવાને 50 ફૂટ જેટલા દૂર અંતરે ઘસડી લઇ જતા પાદરાના મુજપુર દરિયાપુરા ગામે રહેતા વજેસંગ પઢીયારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મોહમ્મદ હસામૈયા અન્સારીને ગંભીર ઇજાઓ થતા વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઉક્ત બનાવની જાણ વડુ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન વડુ નજીક લોકટોળાઉમટી પડ્યા હતા. તેમજ ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી.

પોલીસે વડુ સરકારી દવાખાને પી.એમ માટેની તજવીજ હાથ ધરી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી MGVCL ઓન ડ્યુટીના નાસી ગયેલ ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પાદરાના ટેલિફોન ઓફિસમાં ભારે શોકાતુર બન્યું હતું. બનેલ બનાવના પગલે ઘટના સ્થળે દરિયાપુરા, મુજપુર, તેમજ ટેલિફોન ઓફિસના કર્મચારીઓ સ્વજનો દોડી આવેલ હતા અને માતમ છવાયેલો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...