અકસ્માત:સામસામે બે બાઈક અથડાતાં એકનું સારવાર વેળા મોત

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરા-જંબુસર રોડ પર મહલી તલાવડી પાસે સર્જાયો અકસ્માત

પાદરાના મહંમદપુરા ગામ મહીસાગરવાળા ફળિયામાં રહેતા ધૂળાભાઈ બબુભાઇ પઢીયાર ઉ.વ. 62 તેમજ ભગવાનભાઈ પરમાર ડબકાના મિત્ર પ્રવીણ સુરસંગભાઈ જાદવના પત્ની લક્ષ્મીબેન બીમાર હોઇ તેઓને પાદરાની શ્રી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. તેની ખબર કાઢવા બાઈક લઈને ગયેલ હતા અને રાત્રે પરત જતા હતા. તે દરમ્યાન પાદરા જંબુસર રોડ પર મહલી તલાવડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત થતા ધૂળાભાઈ પઢીયાર તેમજ પ્રવીણ જાદવ રોડ પર પટકાતા ગંભીર ઇજાઓ થતા ધુળાભાઈને 108માં પ્રથમ સારવાર પાદરા સરકારી દવાખાને લીધા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.માં ખસેડવામાં આવેલ હતા.

જ્યાં તબિયતમાં સુધારો નહિ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેઓનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જ્યારે ભગવાનભાઈ પરમારને પણ ગંભીર ઇજાઓ થવા પામી હતી. પાદરા પોલીસ મથકે પુત્ર સુનિલ ધુળાભાઈ ફરિયાદ નોંધાવતા પોલીસે નાસી ગયેલ અજાણ્યા બાઈક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...