પાદરામાં સૌ પ્રથમ વખત તાલુકા કક્ષાએ ક્રોસરોડ્સ હોસ્પિટલ ખાતે સ્ટેમ સેલ થેરાપી દ્વારા થાપાના ગોળાની સારવાર કરવામાં આવી હતી.પાદરાના દર્દી નામે દક્ષેશભાઈ (નામ બદલેલ છે) ઉં. વર્ષ 39, રહેવાસી વિશ્રામપુરા, પાદરાને છેલ્લા 8 મહિનાથી થાપાના ભાગે અસહ્ય દુઃખાવો રહેતો હોવાથી રોજ-બરોજની ક્રિયાઓ જેવી કે ચાલવામાં તકલીફ, જમીન ઉપર બેસવામાં તકલીફ વિગેરે હોઇ જીવન કષ્ટદાયી થઈ ગયું હતું.
આ દર્દીનો MRI SCAN કરાવતાં જાણવા મળ્યું કે થાપાનો ગોળો સુકાઇ રહ્યો છે. જેના માટે તેઓને નિષ્ણાંત દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટની સલાહ આપવામાં આવી હતી. જેમાં ક્રોસરોડ્સ હોસ્પિટલના ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. જિજ્ઞેશ ઠક્કર દ્વારા દર્દીની ઓછી ઉંમરને ધ્યાને રાખી સાંધા બચાવવા માટે (Hip Preservation) ની અદ્યતન તકનીક STEM CELL THERAPYનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને દર્દીએ સંમતી આપતા ક્રોસરોડ્સ હોસ્પિટલ ખાતે એમની STEM CELL THERAPY મુજબ સફળતાપૂર્વક ઓપરેશન સૌ પ્રથમ વખત તાલુકા કક્ષાએ સંપન્ન થયું.
આ થેરાપીમાં સૌ પ્રથમ જે ગોળો સુકાતો હોય એને MRIની મદદથી નક્કી કરવામાં આવે છે. મહત્વની બાબત એ છે કે, આ ઓપરેશનમાં અત્યાધુનિક રીતે દર્દીના પોતાના જ હાડકાંમાંથી Bone Marrow Cell કાઢવામાં આવે છે. જેમાંથી વિશેષ કિટની મદદથી Stem Cellને અલગ પાડવામાં આવે છે. આ Stem Cellને નક્કી કરેલા સાંધાના ગોળામાં ખાસ પ્રકારના સાધનોની મદદથી રેડીયોલોજીકલ ગાઈડન્સ અંતર્ગત પ્રત્યારોપીત કરવામાં આવે છે.
zStem Cellમા નવું હાડકું બનાવવાની ક્ષમતા પણ હોય છે. જેથી સમયાંતરે દર્દીના સાંધાનો ગોળો નવેસરથી વિકસિત થવાની શકયતા વધી જાય છે. આ સમગ્ર ઓપરેશન એક નાનકડા ચીરા મારફતે થાય છે અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવ્યા વગર પણ દર્દી સામાન્ય જિંદગી જીવી શકે છે. ડૉ. જીજ્ઞેશ ઠક્કરની ટીમ દ્વારા ક્રોસરોડ્સ હોસ્પિટલ, ડભાસા, પાદરા ખાતે આ જટીલ ઓપરેશન સફળતાપૂર્વક થતા દર્દીના મનમાં એક નવી આશાનું સંચાર થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.