તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પાદરાના જાસપુર રોડ પર ઉભરાતી ગટરોથી રહીશો ત્રાહીમામ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક રહીશો દ્વારા પાદરા પાલિકા કચેરીમાં પહોંચી હોબાળો મચાવવામાં આવ્યો
  • પાલિકા પ્રમુખે 15 દિવસમાં ગટરનું કામ કરવાની બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો

પાદરાના વોર્ડ નો.1ના જાસપુર રોડ પર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ગટરોની દુર્ગંધ અને દૂષિત વહેતા ગંગાના પાણીને લઈને ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશો દ્વારા પાદરા પાલિકામાં પહોંચી હોબાળો મચાવ્યો હતો. અને ભારે સુત્રોચ્ચારો કરી ધરણાં પર બેસી જતા પાદરા પાલિકાના ઓફિસરને ઘેરાવો કરતા સ્થાનિક રહીશોના હોબાળાને લઈને પાલિકાના પ્રમુખને પણ દોડી આવવું પડ્યું હતું. પાલિકા પ્રમુખ પાસે 15 દિવસમાં ગટરનું કામ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવશે. તેવી લેખિત બાંહેધરી લેતા મામલો થાળે પડ્યો હતો.

પાદરાના વોર્ડ નો.1ના જાસપુર રોડપર 12થી વધુ સોસાયટી આવેલી છે. તેમજ રોજેરોજ પાદરાથી જાસપુર રોડપર હજારો લોકોની અવરજવર થતી હોય છે. સ્થાનિક રહીશો સહિત અવરજવર કરતા હજારો લોકોને છેલ્લા કેટલાક સમયથી ગટરોની દુર્ગન્ધ અને દૂષિત વહેતી ગંગાના પાણીમાં રહીને જવું પડતું હતું. સ્થાનિક રહીશો સહિત ગણપતપુરા, ફતેપુરા, દાજીપુરા, લખડીકૂઇ, જાસપુર, સહિતના અનેક ગામોના અવરજવર કરતા હજારો લોકો છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બુધવારે જાસપુર રોડપર આવેલી સોસાયટીના રહીશો ભેગા થઈ નગરના મુખ્ય માર્ગ પરથી સૂત્રોચ્ચાર કરતા પાલિકાની કચેરીએ પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. જેમાં મહિલાઓ રણચંડી બનતા સૂત્રોચ્ચાર કરી ધરણાં પર બેસી પાલિકાની કચેરીનો ઘેરાવો કર્યો હતો.

હોબાળાને લઈને પાદરા પાલિકાના પ્રમુખને પણ દોડી આવવું પડ્યું હતું.પાદરા જાસપુર રોડ પર છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ઉભરાતી ગટરના દૂષિત દુર્ગન્ધ મારતા વહેતી ગંગાના પાણીની સમસ્યાથી સ્થાનિક રહીશો સહિત અવરજવર કરતા હજારો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક સમયથી ગટરોના સમારકામ કરવા માટે ખોદકામ કરવામાં આવેલ ખાડા પણ પુરવામાં આવ્યા નથી. જે કામ ચાલી રહ્યું છે. તે ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. જાણે પાલિકાની ચૂંટાયેલી પાંખ પ્રતિનિધિઓ આંખ આડા કાન કરી રહ્યું છે.

સતત બે કલાકના હોબાળા બાદ જાસપુર રોડના રહીશો ભેગા મળી પાલિકામાં આવીને ગટર પ્રશ્ને રજુઆત કરેલી છે. તેમની રજુઆતના આધારે હાલમાં ચાલી રહેલું ગટરનું કામ તાત્કાલિક અસરથી પૂર્ણ કરવામાં આવશે. અને વરસાદ અડચણ રૂપ નહીં થાય. 15 દિવસમાં ગટરનું કામ પૂર્ણ કરી ગટરની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. તેવી બાંહેધરી લેખિતમાં હોબાળાને લઈને પ્રમુખને આપવાની ફરજ પડી હતી.

ગટરો ઉભરાવાની બંધ નહિ થાય તો વેરા માટે લોકડાઉનની ચીમકી અપાઈ
પાદરા જાસપુર રોડ પરના રહીશો છેલ્લાં કેટલાંક સમયથી રોડ પર ઉભરાતી ગટરોના દૂષિત પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠતા રહીશોએ લેખિત રજુઆતમાં જણાવ્યું હતું. અને ગટરો ઉભરવાની બંધ નહિ થાય તો અને સુવિધાઓ ન આપી શકતા હોયતો હવેથી રહિશો વેરાનું લોકડાઉન કરશે. તેવી પણ રજુઆત ચીફ ઓફિસર તેમજ પ્રમુખને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...