છાત્રોનો રોષ:પાદરા-બોરસદ હાઇવે પર વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાતાં ટ્રાફિક ખોરવાયો

પાદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બસો નિયમિત નહીં મૂકતાં પાદરા-જંબુસર ડેપો મેનેજમેન્ટ સામે છાત્રોનો રોષ
  • હાય હાય ના નારા કરતાં પાદરા ડેપો મેનેજરે 2 બસો મૂકવાની ખાતરી આપી

પાદરા બોરસદ હાઇવે પર મહુવડ ગામ નજીક એકલબારા ચોકડી પાસે ગુરુવારે 200 ઉપરાંત વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો. બસો નિયમિત નહિ મૂકતાં વિદ્યાર્થીઓએ પાદરા અને જંબુસર ડેપો મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. ચક્કાજામના પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને મુસાફરોને ટ્રાફિકજામનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. વિદ્યાર્થીઓએ ડેપો મેનેજર સામે હાય હાયના નારા લગાવ્યા હતા.

પાદરાના અલગ અલગ ગામમાંથી 450 જેટલા વિદ્યાર્થીઓ આણંદની ભાદરણ કોલેજ તેમજ અલગ અલગ જગ્યાપર અભયાસ કરવા જાય છે. છતાં પાદરા અને જંબુસર ડેપો દ્વારા નિયમિત બસો મૂકવામાં આવતી નથી. જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નથી. જેથી અભ્યાસમાં મુશ્કેલી ઉભી થાય છે. વિદ્યાર્થીઓએ વધુમાં એ પણ જણાવ્યું કે એક બસમાં 4 બસના પેસેન્જર ભરવામાં આવે છે.

અમે બસ પાસ પણ કાઢાવેલ છે તેમ છતાં બસો મૂકતા નથી, અમે વારંવાર ડેપો મેનેજરોને લેખિત મૌખિક રજૂઆત કરેલ છે તેમ છતાં બસો મૂકતા નથી. બસોના રૂટ પણ વધારવામાં આવતા નથી, વિદ્યાર્થીઓએ મોડેથી આવેલ ડેપો મેનેજરનો હુરિયો બોલાવ્યો હતો.

અને જ્યાં સુધી એસ.ટી.વિભાગ લેખિતમાં બાહેધરી નહિ આપે ત્યાં સુધી ચક્કાજામ નહિ હટાવાય તેવી ચીક્મી ઉચ્ચારી હતી. સરકારના કાર્યક્રમમાં ઢગલે બંધ બસો તાત્કાલિક ગોઠવી દેવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ માટે બસ નથી તેવા નારા લગાવ્યા હતા. બાદમાં 2 નવી બસો મૂકવામાં આવશે તેમ પાદરા ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...