તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અયોજન:પાદરામાં વેપારીઓને સરકારી ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરાઈ

પાદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાદરા પોલીસ તેમજ પાલિકા સદસ્યો દ્વારા રેલી સ્વરૂપે વધતા જતાં કોરોના સંક્રમણ અટકાવવા લોકોને માસ્ક પહેરવા અને સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરાઇ હતી. - Divya Bhaskar
પાદરા પોલીસ તેમજ પાલિકા સદસ્યો દ્વારા રેલી સ્વરૂપે વધતા જતાં કોરોના સંક્રમણ અટકાવવા લોકોને માસ્ક પહેરવા અને સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરાઇ હતી.
 • પોલીસ, પાલિકાના સદસ્યોએ નગરમાં રેલી કાઢી, ગ્રાહકોને ગુલાબનું ફૂલ અને માસ્કનું વિતરણ

પાદરા શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે કોરોનાનો આતંક વધવા લાગ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા લોકોને સરકારી ગાઈડલાઇન નું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જે સંદર્ભે બુધવારે પાદરા પોલીસ તેમજ પાલિકાના સદસ્યો અને આગેવાન માજી સદસ્યો દ્વારા ભરચક ધરાવતા બજારમાં વેપારીઓને પણ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

માઈક્રો સ્પીકર સાથે રેલી સ્વરૂપે પોલીસ તેમજ પાલિકા પ્રમુખ સહિત સદસ્યો નગરના વિવિધ બજારોમાં નીકળી લોકોને તેમજ વેપારી દુકાનદારો અને બજારમાં આવતા ગ્રાહકોને ગુલાબનું ફૂલ અને માસ્ક આપી કોરોના સામે જંગ જીતવા માસ્ક ફરજીયાત પહેરવા માટે અપીલ કરાઈ હતી.બુધવારે સરકારના આદેશ અનુસાર કોરોના વાઇરસના સંક્રમણની ચેઇન તોડવા માટે પાદરા પોલીસ મથકે પીએસઆઈ પી.ટી.જયસ્વાલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

જેમાં પાદરા પોલીસ ટાઉન જમાદાર પુનિત ગઢવી સહિત સ્ટાફના માણસોની ઉપસ્થિતિમાં પાદરા નગરપાલિકા પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા, માજી પ્રમુખ પરેશ ગાંધી, નગરપાલિકા સભ્ય સંતોષ પટેલ, બ્રિજેશ પટેલ, પિયુશ ગાંધી તેમજ માજી સદસ્ય સંજય પટેલ અગરબત્તી સહિત ભાજપના મહામંત્રી શૈલેષ સ્વામી તેમજ નગરના આગેવાનોની ઉપસ્થિતિમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે તાકીદે પગલાં ભરવા માટે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પાદરા પીએસઆઇ પી.ટી જયસ્વાલે જણાવ્યું હતું સરકારના આદેસાનુસર કોવિડ-19ને ફેલાતો અટકાવવા લોકો સુધી ગાઈડલાઇનનું પાલન કરવા માટે મેસેજ પહોંચાડવા અંગે આ મીટિંગનું ખાસ અયોજન કરેલ છે.

મુખ્ય બજારોમાં તેમજ ભીડભાડવાળા વિસ્તાર માર્કેટ સહિત અન્ય વિસ્તારોમાં માઈક્રો સ્પીકર સાથે લોકોને અપીલ કરી આપ સૌના સહયોગથી એક રેલી સ્વરૂપે લોકો ને સરકારની ગાઇડ લાઇન માં પાલન કરવા બાબતે ચર્ચા કરાઇ હતી. જે મીટિંગ સંદર્ભે લેવાયેલ નિર્ણય અનુસાર બુધવારે સાંજે 5:00 વાગ્યે ગોવિંદપુરા પોલીસ ચોકીએ સૌ ભેગા મળી એક રેલી સ્વરૂપે પાદરા મુખ્ય માર્ગો પર તેમજ મુખ્ય બજારો તેમજ શાકમાર્કેટના વિસ્તારોમાં ફરીને વેપારી દુકાનદારો તેમજ બજારમાં આવતા ખરીદાર ગ્રાહકોને ગુલાબનું ફૂલ તેમજ માસ્કનું વિતરણ કરી કોરોના સંક્રમણ ન ફેલાઈ તે માટે માસ્ક ફરજીયાત પહેરવા આજીજી અને અપીલ કરાઇ હતી. અને માસ્ક નહિ પહેરે તેને માફ નહિ કરવામાં આવે તેવું ફરમાન માઈક્રો લાઉડ સ્પીકર પર પાલિકા સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.રૂપિયા 1000નો દંડ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત માઈક્રો લાઉડ સ્પીકર દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો