કોરોના અપડેટ:પાદરા શહેરમાં કોરોનાના વધુ ત્રણ નવા કેસ નોંધાયા

પાદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર નજીક લોકો સારવાર લઈ રહ્યા છે
  • ધનવંતરીના 2 રથની શરૂઆત કરાઈ

પાદરા શહેરમાં વિવિધ વિસ્તારમાં કોરોનાના બુધવારે વધુ ત્રણ કેસ નોંધાયા હતા. આમ સત્તાવાર રીતે કોરોનાના 11 કેસ નોંધાયા છે જ્યારે બિન સત્તાવાર રીતે 39 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેને લઈને આરોગ્ય તંત્ર વિભાગ ચિંતાનો વિષય બન્યો છે.

રાજ્યમાં કોરોના સહિત ઓમિક્રોન વાઈરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે પાદરામાં પણ કોરોનાના કેસોમાં વધારો થતાં ફરી એકવાર લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.પાદરા તાલુકામાં ધનવતરી આરોગ્ય રથ 2 અને એક મોબાઈલ હેલ્થ યુનિટ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જેનાથી લોકોને પોતાના ઘર નજીક જ સારવાર મળી શકે વીતેલા 24 કલાકમાં આરોગ્ય તંત્ર દ્વારા RTPCRના 240 તેમજ રેપીડ એન્ટિજનના 42 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં તમામ કેસો નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવી રહ્યા છે.

તંત્ર દ્વારા પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પીએચસી સેન્ટરોમાં બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. પાદરા તાલુકામાં 60 વર્ષની ઉપરના વ્યક્તિ હેલ્થ વર્કર ફન્ટલાઈન વર્કરો માટે કોરોના વિરોધી પ્રી-વેક્સિન છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 1838 જેટલા લોકોને બુસ્ટર ડોઝ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...