તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સેજાકુવામાં મસ્જિદના વહીવટ બાબતે 2 જૂથો વચ્ચે ધિંગાણું થયું

પાદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 63 ઈસમો સામે હુલ્લડ અને હત્યાની કોશિશનો ગુનો
  • 10 ઘાયલોને સારવાર અર્થે વડોદરા ખસેડાયા, 7 પકડાયા

પાદરાના સેજાકુવા ગામે નુરાની મસ્જિદ ટ્રસ્ટના વહીવટ બાબતે જૂની અદાવત રાખી એકજ કોમના બે જૂથો વચ્ચે થયેલી મારામારીમાં હુલ્લડ અને હત્યાની કોશિશના ગુનામાં પાદરા પોલીસે સાત લોકોને પકડીને કોરોનાના ટેસ્ટ માટે મોકલ્યા છે. પાદરા પોલીસે બંને પક્ષની સામ સામે થયેલી ફરિયાદના આધારે 63 ઈસમો સામે હુલ્લડ અને હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. 10 જેટલા ઇસમોને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાદરાના સેજાકુવા ગામમાં આવેલી નુરાની મસ્જિદનો કારોબારી વહીવટ 35 વર્ષથી નિશારુદ્દીન સૈયદ સાંભળતા હતા.

છેલ્લા બે વર્ષથી આશિક અલી સૈયદ સંભાળે છે. નિશારુદ્દીન સૈયદ મસ્જિદનો વહીવટ પાછો મેળવવા માટે ગામમાં બે જૂથો વચ્ચે ટક્કર ઉભા કરે છે. અગાઉ પણ અનેક વખત નાની મોટી તકરારો થતી હોય છે. ત્રણ દિવસ અગાઉ નુરાની ટ્રસ્ટના વહીવટી મુદ્દે મોડી રાતના એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણો થવા પામી હતી. બંને જૂથ મળી 10થી વધુ વ્યક્તિઓને નાની મોટી ગંભીર ઇજાઓ થતા વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં ઈનાયતઅલી સૈયદની આપેલી ફરિયાદના આધારે પોલીસ 43 લોકો સામે ગુનો નોંધાયો હતો.

સામે પક્ષે મહંમદરહીશ સૈયદની ફરિયાદના આધારે 29 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો. આ બંને ગુનામાં પોલીસે 63 સામે ગુનો દાખલ કર્યો હતો. કાયદેસરની કાર્યવાહી કરતા ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ ગામ છોડી નાસી ગયા હતા. જેમાં 7 વ્યક્તિને પોલીસે પકડી પાડ્યા છે. 7ને કોરોના ટેસ્ટ કરાવવા કાર્યવાહી કરી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી વધુ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બંને જૂથના ઈસમો દ્વારા મોડી રાતના મારક હથિયારો સાથે ગામમાં ખુલ્લું પ્રદર્શન કરી રહ્યા હતા.

બંને જૂથો એકબીજાને તને જીવતો નહીં રહેવા દઈએ તેમ કહી બુમાબુમ અને ચિચિયારીઓ સાથે એકબીજાના ઘરો પર ઈંટોના ટુકડા વડે પથ્થરમારો કરી રહ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા પાદરા તાલુકા પંચાયતના માજી ઉપ.પ્રમુખ સૈયદ બાબુ સામે પણ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે બાકી રહેલા ઇસમોને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...