તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પાદરામાં પતિ–પત્ની ઓર વો ના ચક્કરમાં પત્નીએ જીવ ગુમાવ્યો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિનું પ્રેમ પ્રકરણ જાણી જતાં દોરડાંથી ફાંસો ખાધો

પાદરાના વડુ પોલીસ સ્ટેશન વિસ્તારના માસરરોડ ગામ ખાતેની કૈલાસ નામની 26 વર્ષીય મહિલાનું લગ્ન વાઘોડિયાના આમોદર ખાતે થયું હતુ. કૈલાસના પતિ હેમંતકુમાર ચાવડાને અન્ય બીજી કોઈ છોકરી સાથે પ્રેમ સંબધ હતા. જેની જાણકારી કૈલાસને થઇ ગઈ હતી. તેના પતિ અને અન્ય છોકરી વીડિયો કોલ પર વાત કરતા હતા તે જ સમયે કૈલાસે પતિને કહેતાં તેના પતિએ જેમ તેમ બોલી, મારઝૂડ કરી હતી.

આમ માનસિક અને શારીરિક ત્રાસ ગુજારી મરવા માટે દુષપ્રેરણા કરતાં કૈલાસે તા.24ના રોજ બપોરે 12ની આસપાસ પોતાના પિયર માસરરોડ ખાતેના ઘરે પાછળના રૂમમાં આવેલી લાકડાની વળી ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ વડુ પોલીસને થતાં અકસ્માતે મોતની ફરિયાદ લઇ તપાસ કરવામાં આવી હતી. પોલીસે પતિ હેમંતકુમાર ચાવડાની અટક કરી તેના કોરોના રિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો