તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાદરામાં મકાનની દીવાલને ડ્રિલથી તોડતી વેળા બાજુના ગેરેજની દીવાલ ધરાશાયી થઈ

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરાના વિઠ્ઠલ નાથજીના ફળિયામાં મકાનની દીવાલને ડ્રીલથી તોડતા બાજુના ગેરેજની દીવાલ વાઇબ્રેશન થતાં ધરાશાયી થઈ હતી. - Divya Bhaskar
પાદરાના વિઠ્ઠલ નાથજીના ફળિયામાં મકાનની દીવાલને ડ્રીલથી તોડતા બાજુના ગેરેજની દીવાલ વાઇબ્રેશન થતાં ધરાશાયી થઈ હતી.
  • વિઠ્ઠલનાથજીના ફળિયામાં મકાનનું કામ ચાલતુ હતું
  • કારીગર પર કાટમાળ પડતા સ્થાનિકોએ તેને બહાર કાઢ્યો

પાદરામાં વિઠ્ઠલનાથજીના ફળિયામાં મકાનનું કામ ચાલુ હતું. તે દરમિયાન જેની બાજુમાં આવેલ ગેરેજની દિવાલ ધરાશાયી થતાં મકાનની બાજુમાં આવેલ ગેરેજમાં કામકાજ કરતા ગેરેજના કારીગરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જ્યારે મકાનની દીવાલમાં ડ્રીલ મશીન ચલાવનાર કારીગર દીવાલ ધરાશાયી થતા સ્થળ છોડી ભાગી ગયો હતો. દિવાલ ધરાશાયી થતાં ધડાકા સાથે અવાજ થતાં અને બૂમાબૂમ થતાં સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા.

પાદરાના વિઠ્ઠલનાથજીના ફળિયામાં મંદિરની સામે આવેલ એક મકાનમાં છેલ્લા ઘણા સમયથી કામકાજ ચાલતું હતું જે કામકાજ વચ્ચે બંધ થઈ ગયું હતું. હાલમાં મકાનનું કામકાજ ચાલુ થવા પામ્યું હતું. જેમાં ચાર જેટલા કારીગર મજૂરો કામ કરતા હતા. તે સમય દરમિયાન રવિવારે બપોરના સમયે મકાનના ચાલતા કામકાજમાં ડ્રીલ મશીન વડે દિવાલ તોડતા હતા. તે દરમિયાન વાઇબ્રેશન થવાથી બાજુના ગેરેજની દીવાલ અચાનક ધરાશાયી થતાં ગેરેજમાં કામ કરતા કારીગરો આબાદ બચાવ થવા પામ્યો હતો. જેમાં દીવાલ ધરાશાયી થતાં ગેરેજના કારીગર ઉપર દીવાલની ઈંટોનો કાટમાળ પડ્યો હતો અને જેમાં કારીગરના પગ દબાયા હતા. સ્થાનિક રહીશો દોડી આવતા કાટમાળમાંથી તેને બહાર કઢાયો હતો. જોકે દીવાલ ધરાશાયી થતા સાધારણ ઇજા થવા પામી હોવાનું જાણવા મળે છે. કારીગરનો આબાદ બચાવ થતા મકાન માલિક સહિત સ્થાનિક રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...