ભાસ્કર વિશેષ:પાદરાના વિશ્રામ પુરા ગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ હાજર ન રહેતાં ગ્રામજનોનો હોબાળો

પાદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ ફરક્યા ન હોવાનો આક્ષેપ. - Divya Bhaskar
સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ ફરક્યા ન હોવાનો આક્ષેપ.
  • અધિકારીઓની સહીની જરૂર હોવા છતાં કોઇ અધિકારીઓ ફરક્યાં નહિ

પાદરા ના વિશ્રામપુરા ગામે યોજાયેલ સેવાસેતુમાં પોલમ પોલ સેવાસેતુના સમય અડધો પતી ગયો હોવા છતાં પણ મુખ્ય વિભાગોના અધિકારી હાજર ન હોવાના આક્ષેપો, જરૂરી ડોક્યુમેન્ટમાં જે અધિકારીઓની સહીની જરૂર હોવા તેવા અધિકારીઓ પણ હાજર ન રહેતા લાભાર્થીઓ અટવાયા હતા.સરકારના લાભો જન જન સુધી પહોંચે અને એક સ્થળેથી તમામ પ્રમાણપત્રો મળી રહે તે માટે સરકાર દ્વારા સેવા સેતુનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બુધવારે પાદરા તાલુકાના વિશ્રામપુરા ગામે સેવાસેતુનું આયોજન કરાયું હતું. પરંતુ આ સેવા સેતુમાં મોટી પોલમપોલ જોવા મળી હતી.

જેમાં મુખ્ય અધિકારીઓની ગેરહાજરીના કારણે સેવાસેતુમાં લાભ લેવા આવેલ અનેક લાભથીઓ અટવાયા હતા. સેવાસેતુમાં નક્કી કરાયેલ સમયમાં અડધો સમય વિત્યો હોવા છતાં પણ અધિકારીઓ હાજર ન હોવાનું સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં હતા.સરપંચ દ્વારા આ અંગેની જાણ વડું જિલ્લા પંચાયતના સદસ્યને કરવામાં આવતા તેઓ જણાવ્યું હતું કે સેવાસેતુમાં અનેક અધિકારીઓની હાજરી નથી જે બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...