કાર્યવાહીની માંગ:ભદારીથી સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરતા એકને ગ્રામજનોએ રંગે હાથે ઝડપ્યો

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા ટેમ્પો સહિત ઘઉંનો જથ્થો મામલતદાર કચેરી ખાતે લઈ જવાયો

પાદરાના ભદારી ગામે સસ્તા અનાજ ની દુકાનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો સગેવગે કરતા પિકઅપ ટેમ્પા સાથે ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા ઝડપી પાડ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી ટેમ્પાના જથ્થો કબજે કરીને પાદરા મામલતદાર ઓફિસે મોકલવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ દ્વારા તપાસ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાદરાના ભદારી ગામેથી સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરતા ટેમ્પા સાથે એકને સરપંચ અને ગ્રામજનોએ ઝડપીને પોલીસને જાણ કરી હતી.

પોલીસે ટેમ્પો સહિત ઘઉંના અનાજનો જથ્થો પાદરા મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પાદરા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગે શંકાસ્પદ ઘઉંના જથ્થાની આગળની તપાસનો ધમધમાટ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પાદરાના ભદારી ગામના સરપંચે આક્ષેપ કર્યો હતો કે આ ઘઉંનો જથ્થો ભદારી ગામના કુરદ અજરૂદીન ઇસ્માઇલને ત્યાં ઘરની પાછળ આવેલા ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આ જથ્થો મોભા ગામે લઈ જવાતો હોવાનું અને ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે તમામ મુદ્દામાલ લઈને મામલતદાર કચેરીએ લઈ આવ્યા હતા. જ્યા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભદારી ગામના સરપંચે કડક કાર્યવાહીની માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...