તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પાદરામાં વૈકુંઠધામ સોસાયટીના મકાનમાં ધોળે દિવસે ચોરી થઇ

પાદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 30,000 લઇ તસ્કરો ફરાર

પાદરાના મધરસ્કૂલ પાસે આવેલ વૈકુંઠધામ સોસાયટીમાં બપોરના સમયે વૃદ્ધ મહિલાના મકાનના પાછળના ભાગે આવેલ દરવાજે મચ્છરની જાળી ઉંચી કરી સ્ટોપર ખોલી તિજોરીમાં મુકેલા રોકડા રૂપિયા 30,000ની ચોરી કરી તસ્કરો લઈ જતાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

પાદરાના મધરસ્કૂલ પાસે વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ છગનભાઇ પટેલ અમદાવાદ કામ અર્થે ગયેલ હતા અને ઘરે તેઓની પત્ની મીનાબેન પટેલ ઉ.65 એકલા હતા. જેમાં બુધવારે ભર બપોરના સમય દરમિયાન મીનાબેન બાજુમાં આવેલ સત્યમનગર સોસાયટીમાં ઘરને તાળું મારી બેસવા ગયા હતા.

તે દરમિયાન તસ્કરો ઘરમાં કોઈ ન હોવાથી તેનો લાભ લઇ મકાનના પાછળના ભાગે મચ્છરની જાળી ઉંચી કરી સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂ.30,000 રોકડાની ચોરી કરી લઈ જતા હાહાકાર મચી ગયો હતો. ઉક્ત બનાવના પગલે બપોરના સમય દરમિયાન પાદરામાં વારંવાર થતી ચોરીના પગલે સોસાયટીઓમાં રહેતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ઉક્ત બનાવની જાણ પાદરા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...