તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાનીની ભીતિ:પાદરા-વડુમાં ઓછો વરસાદ પડતાં ધરતીપુત્રો મુશ્કેલીમાં, બિયારણ, દવા, મજૂરી વગેરેનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિ

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદના ભરોસે ખેડૂત પુત્રોએ કપાસ જુવાર, બાજરી, શાકભાજી વગેરે પાકોનું વાવેતર કર્યું છે. - Divya Bhaskar
વરસાદના ભરોસે ખેડૂત પુત્રોએ કપાસ જુવાર, બાજરી, શાકભાજી વગેરે પાકોનું વાવેતર કર્યું છે.
  • સરકાર દ્વારા ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ

પાદરા વડુ પંથકમાં ખેડૂતપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. વિવિધ ગામોના ખેડૂત પુત્રોએ કપાસ જુવાર, બાજરી, શાકભાજી વગેરે પાકોનું મોટાપાયે વાવેતર કર્યું છે. વરસાદના ભરોસે ખેડૂત પુત્રો સૂકી ખેતી પાછળ કરેલા બિયારણ, દવા, રાસાયણિક ખાતર, મજૂરી વગેરેનો ખર્ચ માથે પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. ખેડૂત પુત્રો કહેવા અનુસાર એકર પાછળ અંદાજે 30 થી 40 હજાર ખર્ચ આ મોંઘવારીમાં લાગી જાય છે. વરસાદની આશા વચ્ચે હવે આ પાકોના છોડ સુકાવા લાગ્યા છે. ખેડૂત પુત્રોને મોટી નુકસાનીની ભીતિ દર્શાવી હતી.

તદુપરાંત વાતાવરણના ફેરબદલના કારણે અમુક પાકોના ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. જેના લીધે ખેડૂત પુત્રોને નફો મુકો પણ વરસાદ નહિ આવેતો ખર્ચ કાઢવા મુશ્કેલ બની શકે છે. મહિનો આખી મહામહેનતે અને આશાવાદ પાક બળી જતા ખેડૂતો પર આભ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ છે. પાદરા- વડુ પંથકમાં વરસાદ ઓછો પડતા દુષ્કાળ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થતા પશુ ઘાસચારો મળી રહે તે માટે અને પાદરા તાલુકાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની લોકમાંગ ઉભી થવા પામી છે. ચાલુ વર્ષે મેઘરાજાએ રિસામના લેતા ગુજરાત સહિત વડોદરા જિલ્લામાં પણ ઓછો વરસાદ નોંધાયો છે.

જેમાં પાદરામાં વરસાદ નહિ પડતા ખેતી સાથે પશુ ઘાસચારાની અછત ઉભી થઇ છે. ચોમાસા સહિતનું વાવેતર ઓછું થતા ઘાસચારાની મુશ્કેલી સર્જાઈ છે. દુષ્કાળની પરિસ્થિતિઓ હોય ઘાસચારો મળતો બંધ થવા આરે છે. ઉપરાંત ઘાસચારાના ભાવ ખુબજ વધી જતાં ખેડૂત પુત્રો સહિત પશુપાલનના લોકો આર્થિક ભીંસમાં હોવાથી પશુધન બચાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છેપશુધન મોતના મુખમાં ધકેલાઈ જાય તેવી ભીતિ સર્જાઈ છે, ત્યારે સરકાર દ્વારા ઝડપી પાદરા તાલુકાના ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી લોકોની વ્હારે આવે અને ગામડાઓમાં રસ્તા ઉપર રખડતા તેમજ ભૂખથી પીડાતા પશુધન મોતના મુખમાં ના ધકેલાય તે પહેલાં સરકાર દ્વારા કેટલાક જગ્યાએ કેમ્પ ખોલવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોક માંગ ઉભી થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...