તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:પાદરાના બે અલગ અલગ વિસ્તારની દુકાનોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો

પાદરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
દુકાનના CCTVમાં તસ્કરો જણાય છે. - Divya Bhaskar
દુકાનના CCTVમાં તસ્કરો જણાય છે.
 • વુડા કોર્નર કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ ત્રણ દુકાનને ટાર્ગેટ બનાવી
 • CCTV ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં

પાદરાના બે અલગ અલગ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. બે દુકાનમાં ચોરી કરવામાં તસ્કરો ફાવ્યા હતા. તેમજ એક દુકાનમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. વુડા કોર્નરની ઇલેક્ટ્રોનિકના શો રૂમમાં 20 મોબાઈલ અને કુલરની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા. જે ચોરી ની કરતૂતો CCTVમાં કેદ થવા પામી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર તસ્કરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગત રાત્રે બે ખ્વાબ બનેલા તસ્કરોએ પાદરાના ભરચક વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો છે. મળતી વિગતો અનુસાર પાદરામાં અગલ અલગ વિસ્તારોમાં તસ્કરોએ ચોરી કરી પલાયન થયા હતા.

પાદરાના વુડા કોર્નર કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ ત્રણ દુકાને ટાર્ગેટ બનાવી હતી. જેમાં એક દુકાન મોબાઈલ એસેસરીઝમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. તો બીજી દુકાનમાં પણ તસ્કરો શટર તોડવામાં નિષ્ફળ ગયા હતા. જ્યારે આજ કોમ્પ્લેક્ષમાં આવેલ ડાયમંડ ઇલેક્ટ્રોનિક શો રૂમના શટરના તાળા તોડીને દુકાનમાં પ્રવેશીને કી-પેડ વાળા 20 મોબાઈલ તથા કુલર સહિત મોબાઈલ એસેસરીઝ સહિત અલગ અલગ ચીજ વસ્તુઓની ચોરી કરવામાં તસ્કરો સફળ રહ્યા હતા.

જેની તમામ તસવીરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. શો રૂમ માલિક વ્રજેશ પટેલના જણાવ્યા અનુસાર નજીકમાંજ રાત્રી દરમિયાન પોલીસ પોઇન્ટ છે. છતાં અમારા શો રૂમમાં 30 મિનિટ સુધી તસ્કરો તરખાટ મચાવતા રહ્યા. તો આજ વિસ્તારમાં જાહેર માર્ગપર સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા બીજી બાજુ પાદરાના તાજપુરા રોડ પર આવેલ જાહેર માર્ગ પરની જલારામ ખમણ દુકાનમાં પણ તસ્કોરે બિન્દાસ ચોરીને અંજામ આપ્યો છે.

જેમાં દુકાન મલિક સાગર ઠક્કરના જણાવ્યા અનુસાર 4500 રૂપિયા રોકડ સહિત તેલ મસાલા મળી અંદાજે 9 હજાર રૂપિયાની ચોરી થયા હોવાનું જણાવ્યું હતું. જે તમામ તસવીરો પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જ્યારે પાદરામાં બે બે જગ્યાઓ પર એક જ રાત્રી દરમિયાન ચોરીના બનાવો બનતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થવા પામ્યા છે. જોકે પાદરા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે એકજ રાતમાં બેખાબ બનેલા તસ્કોરે બિંદાસ ચોરી કરી પલાયન થવામાં સફળ નીવડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો