તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પાદરામાં કોરોનાની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળશે

પાદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડભાસા ભાગોળે આવેલા રામજી મંદિરેથી રથયાત્રા યોજાશે
  • આ વર્ષે રથયાત્રામાં ભગવાનના રથ સાથે એક જ ગાડીની મંજૂરી અપાઈ

આગામી 12 જુલાઈએ અષાઢી બીજના પવિત્ર દિવસે પાદરામાંથી વર્ષોની પરંપરા મુજબ નીકળતી ભગવાન જગન્નાથજીના રથયાત્રા માટે પાદરા વહીવટી તંત્રે વિવિધ રીતે કોરોનાની ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ચાલુ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોનાની ગાઈડલાઈન મુજબ નગરચર્યાએ નીકળશે. તે માટે વહીવટી તંત્ર સામે મંજૂરી માંગવામાં આવી હતી. ચાલુ વર્ષે નિકળનારી રથયાત્રામાં ફક્ત ભગવાનના રથ સાથે એક જ ગાડીની મંજૂરી આપવામાં આવી છે.

તે રથયાત્રા રૂટ અને સમય ટૂંકાવી અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષની જેમ બપોરે બે કલાકે મહા આરતી સાથે નિજ મંદિરેથી પ્રસ્થાન પામશે.જેમાં દર વર્ષની જેમ પાદરાના સ્વ. નંદલાલ ઠક્કરના પરિવાર મુકેશભાઈ શ્રોફ પાદરા નગર પાલિકાના પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા, સદસ્યો, આગેવાનો જૂજ લોકોની હાજરીમાં પૂજા વિધિ બાદ રથને પ્રસ્થાન કરશે.

ત્યારબાદ નક્કી કરાયેલા રૂટ પર જ રથયાત્રા ફરી નિજ મંદિરે પરત આવશે. રથયાત્રા દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓમાં સોશિયલ ડીસ્ટન્ટ જાળવવા અને કોરોનાની મહામારી ન ફેલાય તે માટે રથયાત્રાના સમય દરમ્યાન પ્રસાદ વિતરણ કરાશે નહીં. જોકે પ્રસાદ વિતરણ વ્યવસ્થા મંદિરમાંથી કરશે.

પાદરાના પી આઈ એસ.એ.કરમુરે હાલમાં મંદિર આયોજકોને તેમજ મહંત દશરથદાસજી મહારાજને મૌખિક મંજૂરી આપી છે. લેખિતમાં પણ મંજૂરી વહીવટી તંત્ર આપનાર હોવાનું જાણવા મળે છે. ગણતરીના કલાકોમાં જ રથયાત્રા નગરચર્યા કરીને નિજ મંદિરે પાછી ફરવા માટે શોભાયાત્રામાં ભજન મંડળી, બેન્ડ, વગેરે ભાગ લઈ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...