ઉપવાસનો નિર્ણય:પાદરા તાલુકાના શહેરા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક પ્રતીક ઉપવાસ પર ઉતરશે

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉચ્ચતર પગાર ધોરણનો લાભ ન મળતાં પ્રતીક ઉપવાસનો નિર્ણય

પાદરા તાલુકાના શહેરા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક રાધે કૃષ્ણ કાછિયા પટેલ પ્રતીક ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે. પાદરા તાલુકામાં આવેલી 141 શાળાઓમાં હાલમાં 850 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે, તે પૈકી ઘણા શિક્ષક મિત્રોને ઉચ્ચતર પગાર ધોરણ વર્ષો થયા છતાં મળેલ નથી. કેટલાક શિક્ષક મિત્રો તો તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ લીધા વિના નિવૃત પણ થઈ ગયેલ છે.

હાલમાં નિવૃત્ત શિક્ષકોને પણ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળેલ નથી. ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો નથી, તેવા પાદરા તાલુકાની શહેરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાધે કૃષ્ણ કાચા પટેલે પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે.

આ બાબતે રાધે કૃષ્ણ કાછિયા પટેલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ષાબેન બારોટનું વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી ધ્યાન દોરેલ હોવા છતાં ટીપીઓ પાદરા વર્ષાબેન બારોટ પેટનું પાણી પણ હાલતું નથી. જાણવા મળ્યા મુજબ કચેરીમાં વાલા દવલાની નીતિ અપનાવી પોતાના મનગમતા શિક્ષકોને જ ઉચ્ચતર પગાર ધોરણ આપવા માટે દરખાસ્તો ગાંધીનગર મોકલવામાં આવે છે.

આ બાબતે તાલુકા સંઘે પણ વારંવાર રજૂઆત કરી છે કે પાદરા તાલુકાના જે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર છે. તેઓને સિનિયોરિટી આધારે ક્રમ અનુસાર ઉચ્ચતર પગાર ધોરણ માટે દરખાસ્ત કરવી વાલા દવલાની નીતિ બંધ કરવા પ્રબળ રજૂઆત અગાઉ ઘણી વખત થયેલી છે.

તેમ છતાં ટીપીઓના માથે કોના આશીર્વાદ છે તે સમજાતું નથી. તેઓને મન ફાવે તે રીતે સરકારની સૂચના અને પરિપત્રોને મૂકીને વહીવટ કરે છે. આમ વારંવારની રજૂઆત કરેલ હોવા છતાં ટીપીઓ વર્ષાબેન આ રજૂઆતને ધ્યાને લેતા જ નથી તો શું સરકારના નિયમો નેવે મૂકીને વહીવટ કરતા ટીપીઓ સામે આ બાબતની તપાસ કરી કાર્યવાહી થશે કે પછી ભીનું સંકેલાઈ જશે તેવી ચર્ચા હાલમાં શિક્ષક આલમમાં પૂરજોશમાં ચર્ચા રહી છે.

અન્ય સમાચારો પણ છે...