ખુલાસો:પાદરાની યુવતી વિધર્મી યુવક સાથે ફરાર, પોલીસને પત્ર મોકલ્યો ‘અમે લગ્ન કર્યાં છે’

પાદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં નોકરી માટે ઇન્ટર્વ્યૂ આપવા આવેલી યુવતી મોડે સુધી પરત ન ફરી

પાદરામાં રહેતી યુવતી પોતે વડોદરા નોકરી માટે ઇન્ટરવ્યૂ હોવાથી ઘરેથી સવાર 11 વાગ્યાની ઘરે નીકળી હતી. જે બાદ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા ચિંતાતૂર પરિજનોએ પાદરા પોલીસ મથકે પહોંચ્યા હતા. લવજેહાદની શંકાએ આસપાસના વિસ્તારમાં યુવાનો અને અગ્રણીઓ પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

જેમાં તપાસ દરમિયાન પાદરામાં રહેતા એક વિધર્મી યુવાન સાથે પ્રેમ લગ્ન અર્થે ભાગી ગઈ હોવાનું જાણવાં મળ્યું હતું. પરિવારજનોએ પાદરા પોલીસ મથકે ગુમ થયેલ યુવતીની ફરિયાદ આપી હતી. જે આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. શુક્રવારના રોજ યુવતી તરફથી પાદરા પોલીસને એક પત્ર મોકલવામાં આવેલ હતો. જેમાં પોતે ગત 8મી જૂન 2020ના રોજ મુસ્લિમ યુવક સાથે સાક્ષીની રૂબરૂમાં સક્ષમ અધિકારીની સામે લગ્નગ્રંથીથી જોડાઈ ગઈ હોવાનું જણાવ્યું છે જે આધારે પાદરા પોલીસે તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...