ભાસ્કર વિશેષ:પાદરામાં શ્રી શનિદેવ મહારાજના મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

પાદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાદરા ખાતે શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજીના મંદિરે કાર્યક્રમ યોજાયો
  • નગરની​​​​​​​ પ્રજાએ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રસંગને શોભાવ્યો

પાદરા નગરમાં શ્રી મનોકામના સિધ્ધ હનુમાનજીનું વર્ષો પુરાણું મંદિર આવેલ છે. આ મંદિર પાદરા નગરના લતીપુરા રોડ અંબાશંકરી મંદિર પાસે આવેલ છે. આ મંદિરમાં શ્રી શનિદેવ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી મંગળવાર તા. 12 ઓક્ટોબરના રોજ ધાર્મિક અને મંત્રોચ્ચાર વિધિ સાથે મૂર્તિ પ્રતિષ્ઠા થવા પામી હતી.

આ પ્રસંગે પ્રતિષ્ઠા મહોત્સવમાં નગરની ધાર્મિક પ્રજા અને નગર સેવા સદનના સદસ્યો તેમજ નગરના અગ્રણી નાગરિકોએ હાજરી આપી હતી. સવારથી સાંજ સુધી આ પ્રતિષ્ઠા વિધિ ચાલવા પામી હતી. જેમાં આ સમગ્ર પ્રતિષ્ઠા આયોજનમાં નગરના સામાજિક કાર્યકરોએ મંદિરના મહંત ચંદ્રભાણદાસ મહારાજના માર્ગદર્શન પ્રમાણે વ્યવસ્થા ગોઠવી હતી. મૂર્તિ પ્રતિષ્ઠા પ્રારંભ સવારે 8 કલાકે અને પુર્ણાહુતી 5:30 કલાકે થવા પામી હતી. આ શુભ પ્રસંગે મંદિરના મહારાજે શનિદેવ વિશે ઘણી જ રસપ્રદ માહિતી આપી હતી. આ પ્રસંગે નગરની ધાર્મિક પ્રજાએ મોટી સંખ્યામાં હાજરી આપી પ્રસંગને શોભાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...