એલર્ટ રહેવા આદેશ​​​​​​​:પાદરાના કોઠવાડા અને કોટણા ગામના લોકોને સાવચેત કરાયા

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે દેવ ડેમમાં 6 દરવાજા ખોલતા ઢાઢર નદીનું જળ સ્તર વધતાં વહીવટી તંત્રે વિસ્તારની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીના કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે દેવ ડેમમાં 6 દરવાજા ખોલતા ઢાઢર નદીનું જળ સ્તર વધતાં વહીવટી તંત્રે વિસ્તારની મુલાકાત લીધી હતી.
  • ડેમના દરવાજા ખોલાતાં સરપંચ-તલાટીને એલર્ટ રહેવા આદેશ
  • પાદરામાં મંગળવારે બપોરે 4થી 6 દરમિયાન 3.5 ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં અનેક ડેમો છલકાયા છે ત્યારે દેવ ડેમના 6 દરવાજા ખોલવામાં આવતા પાદરાના કોઠવાડા અને કોટણા ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા. ત્યારે વહીવટી તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાય છે, ત્યારે દેવ ડેમમાંથી ઢાઢર નદીમાં પાણી છોડવામાં આવતા તેની સીધી અસર પાદરામાંથી પસાર થતી ઢાઢર નદીના કિનારા ગામોને થતાં એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદને પગલે દેવ ડેમમાં 6 દરવાજા ખોલવામાં આવતા ઢાઢર નદીનું જળ સ્તર વધ્યું છે. જેથી તંત્ર સાબદું થયું છે.

વહીવટી તંત્ર દ્વારા પાદરાના છેવાડાના ઢાઢર નદીના કિનારાના કોટણા અને કોઠવાડા ગામના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. સરપંચ અને તલાટીઓને પણ એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા હતા. તેમજ નદી તરફ નિચાણવાળા વિસ્તારમાં અને કોઝવે તરફ નહીં જવા માટે જણાવવામાં આવ્યું હતું.

પાદરા-કરજણને જોડતા બ્રિજમાં ઢાઢર નદીનું જળસ્તર વધ્યું હોવાનું જણાતા પાદરા મામલતદાર વિજય આંતિયા, તથા કરજણના પ્રાંત અધિકારી આશિષ નિયાત્રા સહિત વહીવટી તંત્રે પાદરા અને કરજણ ના ઢાઢર નદીના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવેલ છે.‌ ઉલ્લેખનીય છે કે, પાદરા પંથકમાં બપોરે 4થી છ કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતાં નગરમાં પાણી પાણી થઈ ગયા હતા.

વહેલી સવાર વરસાદ શરૂ થયો હતો અને બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. બાદ મંગળવારે બપોરે 4 વાગ્યા સુધીમાં ફક્ત દિવસ દરમિયાન 8 મિમી વરસાદ હતો અને ત્યારબાદ બે કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડતાં નગરના વિવિધ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જો કે સાંજે 6.30 બાદ વરસાદ ધીમો પડતાં નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...