તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાદરામાં 7 દિવસ બાદ કોરોનાના દર્દીઓનો આંકડો ઓછો નોંધાયો

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં પાદરામાં તાલુકામાં 385 જેટલા ટેસ્ટના સેમ્પલ લેવાતા 10 લોકો પોઝિટિવ
  • તંત્રે ટેસ્ટના સેમ્પલ ઓછા લેતાં કેસ ઘટ્યાં!
  • આરોગ્ય તંત્રે ભલે કોરોના સંક્રમિતોની સંખ્યા ઓછી બતાવી હોય પણ વાસ્તવિકતા અલગ છે

પાદરામાં આજરોજ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો, છેલ્લા સાત દિવસ કરતા ઓછા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સૌથી ઓછા કેસ નોંધાયા હોવાનું બતાવવા માટે આરોગ્ય તંત્ર પાદરા દ્વારા આંકડાકીય રમત શરુ કરી છે, પાદરામાં કોરોનાની મહામારીમાં રોજના વધુને વધુ લોકો સંક્રમિત થતા રહે છે. પાદરામાં છેલ્લા 7 દિવસ બાદ કોરોનાના સંક્રમિત દર્દીઓનો આંકડો ઓછો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં 385 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 10 લોકો પોઝીટીવ આવ્યા હતા. અને 375 નેગેટીવ આવ્યા છે, જે ગઈકાલ કરતા 102 સેમ્પલ ઓછા લેવામાં આવ્યા હતા.

રોજે રોજ આરોગ્ય તંત્ર દ્વારા સેમ્પલો ઓછા લેવાનું શરુ કર્યું છે, જે બતાવે છે કે કોરોનાના કેસ ઓછા કરવા માટે આંકડાઓની માયાજાળ તંત્ર રમી રહ્યું છે. પાદરાના વિવિધ ગામો સહીત સીમ વિસ્તારોમાં કોવીડ-19ના કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોનાનું સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેના પગલે પાદરા પંથકમાં હાહાકાર મચી ગયો છે.

દર્દીઓની સંખ્યાને લઇ હોસ્પિટલો માં જગ્યા નથી જેના કારને દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ઘણી વખત કેટલાક કિસ્સા ઓમાં દર્દીઓના સગાઓ રઝળપાટ જોઇને અરેરાટી ફેલાઈ જાય છે. પુરતો સ્ટાફ નથી માટે સ્ટાફની પુરતી ભરતી કરવામાં આવે તેવી તાકીદ છે. આરોગ્ય તંત્રએ આજે ભલે કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા ઓછી બતાવી હોય પણ વાસ્તવિકતા કઇંક અલગ છે.

પાદરામાં હાલ 50 ટકા લોકો કોરોના રસીનો બીજો ડોઝ લઇ શક્યા નથી, રસી ઉપલબ્ધ ન હોવાથી લોકોને પરત જવુ પડે છે
પાદરામાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. બીજી તરફ રસી લેવાનો પણ તંત્ર આગ્રહ રાખી રહ્યું છે, પરંતુ રસીકરણ ઝુંબેશમાં મોટા ઉપાડે જેટલો પ્રચાર કરવામાં આવી રહ્યો હતો એટલા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ આગળ વધતું નથી, જે રસીકરણના આંકડાઓ પરથી દેખાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં પાદરામાં 50 ટકા લોકો કોરોનાનો બીજો ડોઝ લઈ શક્યા નથી. તાલુકાના ગામોમાં રસી લેવા માટે ગ્રામજનો લાઈનો લગાવી રહ્યા છે. પરંતુ રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નહીં હોવાથી રસી લેવા આવનાર લોકોને પરત જવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...