તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નોમિનીઝ કોર્ટે નગર નાગરિક બેંકની ચૂંટણી મુલતવીની અરજી ફગાવી દીધી

પાદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારી ચકાસણી સમયે 6 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા

આજરોજ પાદરા નગર નાગરિક સહકારી બેન્કની યોજાનાર ચૂંટણીમાં આ વર્ષે ભારે રસાકસી છે. ત્યારે બેન્કની ચૂંટણીમાં ઉમેદવારી ચકાસણી સમયે 6 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા અને તે દિવસે ભારે હોબાળો થયો હતો. 6 પૈકીના 2 ઉમેદવારોએ બેન્કની યોજાનાર ચૂંટણીમાં જેઓના ઉમેદવારી પત્રો રદ થયા હતા. તે પૈકીના જતીન પરેશભાઈ પટેલ તથા હાર્દિક વિનોદચંદ્ર વૈદ્ય દ્વારા રજીસ્ટર સહકારી મંડળીઓના બોર્ડ ઓફ નોમીનીઝની વડોદરા વિભાગની કોર્ટમાં તેઓના ચૂંટણીમાં ઉમેદવારી નામ દાખલ કરવા અરજી કરી હતી અને ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર સવાલો કરી આક્ષેપો કર્યા હતા.

જેની સામે બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટમાં અરજદારના તમામ દાવોઓને ફગાવી દીધા હતા. દાવા ગ્રાહ્ય રાખ્યા ન હતા. ત્યારે પાદરા નગર નાગરિક સહકારી બેન્કના ચૂંટણી અધિકારીએ બેન્કની ચૂંટણી રવિવારે રાબેતા મુજબ ચાલુ રહેશે તે માટે પત્રકારોને માહિતી આપી હતી. તેમજ બોર્ડ ઓફ નોમીનીઝ દ્વારા અરજદારના દાવાઓ અને સ્ટે (મનાઈ અરજી) નામંજૂર કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો