તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાદરા પાલિકાએ રોજનું ભાડું ઉઘરાવતાં લારી-ગલ્લાવાળાઓ આજે બંધ પાળશે

પાદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથારા, લારી-ગલ્લા, સ્ટ્રીટ વેન્ડર પાસેથી રોજ 20, 40, અને 70 રૂપિયા ઉઘરાવાય છે
  • ન.પા. પ્રમુખ અને COને આવેદનપત્ર આપી રોજ ભાડા નહિ ઉઘરાવવા રજૂઆત કરાશે

પાદરા નગરપાલિકા વિસ્તારમાં નાના ધંધાવાળા સ્ટ્રીટ વેન્ડરો પાસેથી નગરપાલિકા રોજે રોજ ઉઘરાવાતા પૈસાને લઇને તમામ લારી, ગલ્લા, પથારાવાળાભાઈઓ તમામ પોતાનો ધંધો રોજગાર તારીખ 05, જુલાઇ-2021ને સોમવારના રોજ બંધ પાડી અને ભેગા મળી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

પાદરા નગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી નાના પથારા, લારી-ગલ્લા, સ્ટ્રીટ વેન્ડર પાસેથી રોજેરોજ 20, 40, અને 70 રૂપિયા જેવી રકમ ઉઘરાવે છે. સ્ટ્રીટ વેન્ડર કોરોના મહામારીમાં નાના ધંધા વાળાની કપરી પરિસ્થિતિમાં લોકોના ધંધા ભાગી ગયા હોય ત્યારે નગરપાલિકા દ્વારા રોજેરોજ હંગામી ભાડા ઉઘરાવવાનું શરૂ કરેલું છે અને જે સ્ટ્રીટ વેન્ડર કમિટીને વિશ્વાસમાં લીધા સિવાય રોજે રોજ પૈસા ઉઘરાવવાનું ચાલુ કરેલું છે, જે અનુસંધાને પાદરાના તમામ લારી પથારાવાળા નાના ધંધાવાળા ભાઈઓ પોતાના ધંધા-રોજગાર તમામ તારીખ 5 જુલાઈ સોમવારના રોજ બંધ પાડી પાદરા નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી હાલની કોરોના મહામારીમાં માંડ ઉભા થયા હોય રોજે રોજ ભાડા નહિ ઉઘરાવવા રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...