તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણો દૂર:પાદરામાં સરદાર શાક માર્કેટ ચાર રસ્તા પાસેથી લારીઓને હટાવાઈ

પાદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાદરા પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઇ અડચણરૂપ દબાણો હટાવવાની કામીગીરી હાથ ધરાઈ હતી. - Divya Bhaskar
પાદરા પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઇ અડચણરૂપ દબાણો હટાવવાની કામીગીરી હાથ ધરાઈ હતી.
  • લારીધારકો-કર્મચારીઓ વચ્ચે ચકમક ઝરી, 5ની અટકાયત કરાઈ
  • પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરાયાં

પાદરા નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સરદાર પટેલ શાક માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિકને અડચણરૂપ બનેલ લારીઓ વાળાને હટાવવાની કામગીરી પાદરા પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પાદરા સરદાર શાકમાર્કેટ ચાર રસ્તા પાસે તેમજ અંબાજી રોડ પર આવેલ પાર્કિંગની જગ્યામાં કરેલા દબાણોનો પાલિકા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા હંગામી જગ્યા પણ ફાળવી આપવામાં આવેલ હોવા છતાં પાલિકા દ્વારા વારંવાર દબાણ હટાવવા છતાં પણ દબાણો યથાવત આવી જતા હોય છે. ત્યારે શુક્રવારે પાલિકાની દબાણ શાખની ટીમે પોલીસને સાથે રાખીને દબાણો હટાવ્યા હતા. જેમાં લારીધારકો અને પાલિકાના કર્મચારીઓ સાથે ચકમક જરી હતી. જેમાં 5 ઈસમોની પાદરા પોલીસે અટકાયત કરી હતી. જ્યારે કેટલાક લારી ગલ્લા ધારકોની માલ પણ જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાએ કરી હતી. જેને લઇ અન્ય દબાણકર્તા ઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સરદાર પટેલ શાક માર્કેટ ચાર રસ્તા પાસે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ હટાવવાની કામગીરી વારંવાર કરવામાં આવે છે છતાં પણ લારી ધારકો દબાણ હેઠળ આવી જતાં હોય છે. ચાર રસ્તા પાસે સોસાયટીની બાજુમાં હંગામી જગ્યા ફાળવી હોવા છતાં કેટલાક ઇસમો દ્વારા ચાર રસ્તા પાસે દબાણ કરીને ટ્રાફિક કરતા હોય છે. શુક્રવારે દબાણ શાખાના ધર્મેશ ભટ્ટ તેમજ સ્ટાફના માણસો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે લારી ગલ્લા એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર રામી તેમજ આગેવાનોએ પાલિકાની કામગીરીને સમર્થન આપ્યું હતું. તદુપરાંત પાદરા અંબાજી રોડ પર આવેલ ચોતરા પાછળ વાળી જગ્યા પર ટુ-વ્હીલર પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મોટી સમસ્યા એ છે કે કેટલાક ઇસમો દ્વારા દબાણ કરેલા છે તે જગ્યા પણ ખુલ્લી કરી દબાણો દૂર કર્યા હતા.

સરદાર પટેલ શાક માર્કેટ પાસે જગ્યા ફાળવણી કરવા છતાં હાઇવે નજીક ધંધો કરવા માટે ટેવાયેલા કેટલાક માથાભારે શખ્સોની અટકાયત પણ કરવામાં આવી હતી. શુક્રવારે ફરી એક વખત દબાણો દૂર કરતાં રહીશ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

લારી ધારકોએ પાલિકાને સહયોગ આપવો જોઈએ
પાદરા પાલિકા દ્વારા હંગામી જગ્યા ફાળવી આપેલ છે. લારી ધારકોએ પાલિકાને સહયોગ આપી ટ્રાફિકની સમસ્યા ઉભી ના થાય અને તે રીતે રાહદારીઓને અડચણરૂપ ન બને તે રીતે નિયમોનુસાર કાયદા મુજબ લારી ઉભી રાખી ધંધો કરવો જોઈએ. પાદરા પાલિકા, પાદરા પોલીસ સહિત તમામનો સહકાર મળી રહ્યો છે. > રાજેન્દ્ર રામી, લારી ગલ્લા એસો., પ્રમુખ

ટ્રાફિકને નડતરરૂપ બનતા દબાણો દૂર કરાયા
ટ્રાફિકને નડતરરૂપ બની લારી ઉભી રાખી ધંધો કરતા લોકોના દબાણો દૂર કરવામાં આવ્યા છે. વારંવાર સૂચનાઓ અને દબાણો હટાવવા છતાં પણ રોડ પર લારી ઉભી રાખીને ધંધો કરતા લોકોના દબાણો હટાવ્યા છે. > ધર્મેશ ભટ્ટ, પાદરા પાલિકા, દબાણ શાખા

અન્ય સમાચારો પણ છે...