ભાસ્કર વિશેષ:પાદરાના પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી ચેડાં પ્રકરણની તપાસ મંથર ગતિએ

પાદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજદાર, સંઘના હોદ્દેદાર અને પ્રાથમિક શિક્ષકોએ TDO સમક્ષ નિવેદન આપ્યા હોવાનું જાણવા મળ્યું

પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘના હોદ્દેદારો ના કહેવાથી સિનિયર ક્લાર્ક દ્વારા તાલુકાની પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી રાજ્ય પ્રા.શિ સંઘના કારોબારી સભ્ય અને તાજપુરા શાળાના ઉ.શિ જે.ડી.પટેલના ઘરે લઈ જઈ સેવાપોથીમાં થયેલા ચેડાં અને સાતમા પગારપંચના સ્ટીકર ગાયબ થવાના મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ આ અંગેની જાણ કરતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે તપાસના આદેશો કરતા તપાસ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી પાદરા અને સહ તપાસ અધિકારી તરીકે રામસીંગ કોલી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણૂક કરેલ હતી.

આ હુકમના આધારે ગત સપ્તાહે તાલુકા વિકાસ અધિકારી પાદરા અને સહ તપાસ અધિકારીની સયુંક્ત સહીથી આ કથિત સેવાપોથી કાંડમાં સંડોવાયેલા પ્રાથમિક શિક્ષકો અને અરજદારને રૂબરૂમાં બોલાવવાના આદેશ થયેલ આને લઈને અરજદાર તથા તાલુકા સંઘના હોદ્દેદાર અને અન્ય પ્રાથમિક શિક્ષકોએ હાજર રહી ટી.ડી.ઓ સમક્ષ નિવેદન આપ્યા હોવાનું જાણવા મળેલ છે. આધારભૂત સૂત્રોના માધ્યમથી શિક્ષક આલમમાં થતી ચર્ચા મુજબ તત્કાલીન ટી.પી.ઈ. ઓ મહેશભાઈ પ્રજાપતિના કાર્યકાળ દરમ્યાન બે શિક્ષકોને અપાયેલ પગાર વધારાનો લાભ અને અન્ય 23ને કેમ ન આપાયો ?

આ બાબત શંકાના દાયરામાં આવતી જણાય છે સરકાર ના નિયમ મુજબ જે કર્મચારીઓના પગાર બાંધણીના સ્ટીકર ન આવેલા હોય તેઓને સાતમા પગારપંચનો છેલ્લો હપ્તો ચૂકવવાનો ન હતો તો આ 25 પૈકી 23માં જો સ્ટીકર ના હોય તો હપ્તો કેમ ચૂકવાયો ? જો સ્ટીકર હતા તો તેઓને અન્ય બે કર્મચારીઓને ગત વર્ષે તત્કાલીન ટી.પી.ઈ. ઓ. પ્રજાપતિ દ્વારા પગાર વધારાનો લાભ અપાયો તો 23ને કેમ બાકી રખાયા ?આ તપાસ દરમિયાન છેલ્લા બે વર્ષથી પ્રાથમિક શિક્ષકોને અપાતા લાભમાં વહાલા દવલાની જાતિ થઈ હોય ઉપરાંત સાતમા પગારપંચના સ્ટીકર વગર છેલ્લા હપ્તાની ચૂકવણી કરેલ છે.

ઉપરાંત સ્ટીકરવાળાને હપ્તો નહીં ચૂકવ્યાની પણ વિગતો સપાટી ઉપર આવેલ છે તેમ છતાં આ સેવાપોથી કાંડની તપાસ ધીમી ગતિએ કેમ ચાલે છે. વાયરલ થયેલા મેસેજમાં જે.ડી.પટેલના ઘરે તત્કાલીન ટી.પી.ઈ. ઓ. મહેશભાઈ તથા સંઘના એક હોદ્દેદારનો ફોટો સ્પષ્ટ જણાઈ આવે છે કે સેવાપોથી કચેરીની બહાર નીકળેલ છે તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કોના ઈશારે થતી નથી તે ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય ગુનામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી દ્વારા તત્કાલીન એક્શન લેવામાં આવે છે. ત્યારે આ મસમોટા સેવાપોથી કાંડ માં તેઓના દ્વારા કેમ પગલાં લેવાના નથી એમ શિક્ષક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સિનિયર ક્લાર્કની બદલી શિનોર કરી દેવાઈ
DDO દ્વારા સેવાપોથી કાંડને લઈને તાલુકા શિક્ષણ સમિતિના સિનિયર ક્લાર્કની બદલી તાત્કાલિક અસરથી શિનોર કરી દેવાઈ છે. જેને લઈને શિક્ષક આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબેન ચૌધરી સમક્ષ સેવાપોથી કાંડ અંગેની સંપૂર્ણ માહિતી અને આધાર પુરાવા હોવા છતાં આમાં સંડોવાયેલા શિક્ષકસંઘ ના આગેવાનો તથા તત્કાલીન ટી.પી.ઈ. ઓ. અને જેના ઘરે આ સેવાપોથીઓમાં ચેડાં થયેલ છે તેવા જે.ડી.પટેલ સામે કોઈ પગલાં ન ભરાતા આશ્ચર્ય થઈ રહ્યું છે. સંઘના હોદ્દેદારો આવતા હોવાથી નિર્ણય લેવાતો ન હોવાનું ચર્ચામાં છે આ પ્રકરણ બાબતે વિજિલન્સ માં પણ રજૂઆત થઈ હોવાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...