તપાસ:ચેડાં કરાયેલી 25 સેવાપોથી તપાસ અધિકારીએ પોતાની કસ્ટડીમાં લીધી

પાદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરા પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીમાં થયેલ ચેડાં પ્રકરણની તપાસ શરૂ
  • અધિકારીઓ દ્વારા વિવાદિત સેવાપોથીઓની ચકાસણી કરવાની કાર્યવાહી

પાદરા પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીમાં થયેલ ચેડાં પ્રકરણની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પાદરા તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘના હોદ્દેદારોના કહેવાથી સેવાપોથી અન્ય જગ્યાએ લઈ જઈ અને તેમાંથી સ્ટીકરો ગાયબ થતા અને તત્કાલીન ટી.પી.ઈ.ઓ. મહેશભાઈ પ્રજાપતિની સહીવાળા વિકલ્પો ચોંટાડી પગાર વધારો મેળવવાની લાલસાએ જે.ડી. પટેલના ઘરે થયેલા સેવાપોથી કાંડની તપાસ આખરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી દ્વારા મુખ્ય તપાસ અધિકારી તરીકે ટી.ડી.ઓ. પાદરા અને સહ તપાસ અધિકારી તરીકે રામસીંગ કોલીના જિલ્લા પ્રા. શિ. ની નિમણૂક કરતા તેઓ તા. 15 સપ્ટેમ્બરના રોજ સ્થળ તપાસ અને સીલ કરેલ તિજોરીમાં રહેલ વિવાદિત સેવાપોથીઓની ચકાસણી કરવા ટી.ડી.ઓ. રામસીંગ કોલી અને સાથે સહ કર્મચારીઓને લઈને ગયા હતા.

આ તપાસમાં સિલ કરેલ તિજોરીમાંથી વિવાદાસ્પદ 25 સેવાપોથી કે જેમાં ચેડાં થયેલા તેની સિલ તોડી બહાર લાવેલ છે. અને આ સેવાપોથી તપાસ અધિકારીએ પોતાની કસ્ટડીમાં લીધેલ છે. આ તપાસ લગભગ 4 કલાક સુધી ચાલી હતી. પરંતુ આ કૌભાંડ મોટું જણાતાં તપાસ અધિકારી નિષ્પક્ષ તપાસ કરવાના હેતુસર તમામ રેકર્ડ ટી.ડી.ઓ. કચેરી ખાતે ખસેડાયુ છે. તેમ કર્મચારીઓમાં ચર્ચાઈ રહ્યું છે. તપાસ નિષ્પક્ષ અને ન્યાય થશે. કોઈ કસુરદારને માફી નહિ અપાય.

તપાસમાં કોઇની શેહ શરમ નહીં રખાય
તપાસ અમોને ડી.પી.ઈ.ઓ. દ્વારા સોંપવામાં આવેલ છે અને આ તપાસ ચાલુ હોઇ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી માહિતી નહિ અપાય. તપાસ નિષ્પક્ષ થશે અને ન્યાયી થશે. તપાસમાં કોઈની શેહ શરમ રહેશે નહીં. - નિયતીબેન ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી, પાદરા

અન્ય સમાચારો પણ છે...