તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:વડુ CHCમાં તબીબો હાજર નહીં રહેતાં આગેવાનો વિફર્યા

પાદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લા 24 કલાકથી કોઈ તબીબ હાજર ના રહેતા ગ્રામજનો-આગેવાનોએ હોબાળો મચાવ્યો. - Divya Bhaskar
છેલ્લા 24 કલાકથી કોઈ તબીબ હાજર ના રહેતા ગ્રામજનો-આગેવાનોએ હોબાળો મચાવ્યો.
  • દવાનો પૂરતો સ્ટોક પણ ન હોવાના આક્ષેપો કરાયાં
  • આગેવાનોએ હોસ્પિટલ પહોંચી ઉપલી કક્ષાએ રજૂઆત કરી

પાદરાના વડુ કમ્યુનીટી હેલ્થ સેન્ટરની બેદરકારી સામે આવી હતી. છેલ્લા 24 કલાકથી વડુ સીએચસી ખાતે તબીબો હાજર નહિ રહેતા આગેવાનો વિફર્યા હતા અને સીએચસી સેન્ટર ખાતે પહોંચી આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો. સીએચસીમાં પુરતો દવાનો સ્ટોક નહિ હોવાના આક્ષેપો કર્યા હતા. જે અંગેની જાણ જીલ્લા વિકાસ અધિકારી તેમજ સીડીએચઓને કરાતા જીલ્લા આરોગ્ય વિભાગના બે તબીબો વડુખાતે દોડી આવતાં હોબાળો મચ્યો હતો. આવું બીજી વખત બન્યું છે. ત્યારે આરોગ્ય તંત્રના મુખ્ય અધિકારી ઊંઘતા ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સીએચસી ખાતે રોજ 30 થી 35 લોકો સારવાર માટે આવે છે.

વડુ ગામમાં 10 હજારની વસ્તી છે અને તેની આસપાસના 15 થી 20 ગામો આવેલા છે, જે લોકો પ્રાથમિક સારવાર માટે વડુ સીએચસી સેન્ટર ખાતે આવે છે, ત્યારે વડું સરકારી દવાખાનામાં 24 કલાકથી ડોક્ટર હાજર ના હોવાની બુમો ઉઠી હતી. જીલ્લા પંચાયતના સભ્ય અર્જુનસિંહ પઢીયાર, ગામના સરપંચ સહિત માજી સરપંચ તેમજ આગેવાન વલી મેમણ અને હમીદ ચૌહાણ સહિતના આગેવાનો હોસ્પિટલ પહોંચી ઉપલી કક્ષાએ રજૂઆત કરી હતી.

જેઓએ જણાવ્યું હતું કે જ્યારે હોસ્પીટલમાં 29ના મંજુર મહેકમની સામે 19નું હાજર મેહકમ છે અને 10 જગ્યાઓ છેલ્લા 1 વર્ષથી ખાલી છે. બીપીની દવા, ઇન્જેક્શન, ડાયાબિટીસની દવા, વિટામિનની દવા તેમજ જુદાંજુદા ઘણા પ્રકારની દવાઓ સીએચસી ખાતે ઉપલબ્ધ નથી તેવા આક્ષેપો વડુના આગેવાનો દ્વારા જીલ્લામાંથી તપાસમાં આવેલા ડો.સંજય રાવ તથા ડો.અરુણ રોય સામે કરવામાં આવ્યા હતા.

તબીબના અભાવે ગરીબ લોકો હેરાન-પરેશાન
ગામડાના ગરીબ લોકો અહિયાં સારવાર માટે આવે છે, રોજના 30 જેટલા વડુ તેમજ આસપાસના ગામોના લોકો અહિયાં સારવાર લેવા માટે આવે છે. છેલ્લા 24 કલાકથી કોઈ તબીબ હાજર ના હોવાથી તેઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં બમણા પૈસા ખર્ચી સારવાર કરાવવા માટે જવું પડે છે. > હમીદભાઈ ચૌહાણ, ગ્રામજન

ટેસ્ટિંગ કિટ અને કોરોના વેક્સિન પણ નથી
20 દિવસથી રજા ઉપર હતા જે એમ.ઓ આજે અચાનક 11 કલાકે સી.એચ.સી સેન્ટરે ઉપસ્થિત થઇ ગયા. સેન્ટરમાં ટેસ્ટિંગ કિટ નથી, વેક્સિન પણ નથી. > વલીભાઈ મેમણ, ગ્રામજન

​​​​​​​હોસ્પિટલ પર પહોંચ્યા કોઈ ડોક્ટર હાજર નહોતા
સવારે અમે હોસ્પિટલ પર પહોંચ્યા કોઈ ડોક્ટર હાજર ન હતા, કોરોના મહામારીમાં આરોગ્ય વિભાગમાં ગંભીર મુશ્કેલીઓ વર્તાય છે, અધિકારીઓના પાપે માણસો તકલીફ વેઠી રહ્યાં છે, તેની કોણ જવાબદારી લેશે? ઉપલા અધિકારીને અમે જાણ કરી છે, તેથી તપાસ માટે જીલ્લાના બે તબીબો આવ્યા છે. > અર્જુનસિંહ પઢીયાર, જિલ્લા પંચાયતના સભ્ય

અન્ય સમાચારો પણ છે...