ફરિયાદ:જાસપુરના યુવકની પ્રેમ કરતો હોવાનું કહી યુવતીને ધાકધમકી

પાદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંબંધ બાંધવાની ના પાડતાં પિતાને મારી નાખવાની ધમકી
  • યુવતીને જાતિવાચક શબ્દો પણ બોલતાં પોલીસમાં ફરિયાદ

પાદરાના જાસપુર ગામના યુવકે યુવતી શિડ્યુલ કાસ્ટની હોવાનું જાણતો હોવા છતાં યુવતી સાથે પ્રેમ કરતો હોવાનું કહી લગ્ન કરવાની લાલચ આપી હતી. બાદ પાદરાના જાસપુર રોડ ઉપર આવેલ ફ્લેટ ઉપર બોલાવી યુવતી સાથે સંબંધ બાંધવાનું કહેતાં યુવતીએ ના પાડતાં તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જાસપુરમાં રહેતી 23 વર્ષની યુવતી ઘરકામ મજૂરી કરતી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ગામના વિજય ઉર્ફે ભોલો વાળંદ સાથે પ્રેમ કરતી હતી. લગ્ન કરવાનું કહી તે શરીર સંબંધ બાંધતો હતો અને ના પાડે તો યુવતીને અને તેના પિતાને જાનથી મારવાની ધમકી આપતો હતો. યુવતી શિડ્યુલ કલાસની હોવાનું જાણતાં હોવા છતાં પ્રેમ કરું છું કહી લગ્નની લાલચ આપી ધમકી આપી વિજય શરીર સબંધ બાંધતો હોઇ યુવતીએ પાદરા પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે વિજય સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...